Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

જુનાગઢમાં બિન્દાસ જુગાર કલબ ચલાવતી મહિલા સાથે ૧૧ ઝડપાયા

(વિનુ જોશી) જુનાગઢ તા.૧૪ : જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક વાસમશેટી માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી પો. ઇન્સ. આર.કે. ગોહિલ તથા પો.સ.ઇ.શ્રી ડી.જી. બડવા તથા પો.સ્ટાફના માણસો સતત વોચ તપાસમાં હતા.

ક્રાઇમ બ્રાન્ચ જુનાગઢના પો. હેડ . કોન્સ. એસ.એ.બેલીમને ખાનગી રાહે બાતમી મળેલ કે જુનાગઢ ગુજરાત હાઉસીંગ બોર્ડ કોલોનીમાં રહેતી લાખીબેન વાઓ કાનાભાઇ રામદેભાઇ મેર પોતાના રહેણાંક મકાને બહારથી સ્ત્રી - પુરૂષો બોલાવી ગંજીપતાના પાના વડ પૈસાની હારજીત કરી જુગાર રમી રમાડી પોતાના અંગત આર્થિક ફાયદા સારૂ નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવે છે. બાતમી હકિકત આધારે ઉપરોકત હકિકત વાળી જગ્યાએ રેઇડ કરતા જુગા રમતા સ્ત્રી-પુરૂષ સહિત કુલ ૯ જુગારીઓને રોકડા રૂ.૪૩,૭૮૦ તથા નાલના રૂ.૧૭૦૦ તથા મો. ફોન કબ્જે કરી કિ. રૂ.ર૬,૦૦૦ તથા મો.સા. ૧ કિ. રૂ.રપ૦૦૦ મળી કુલ કિ. ૯૬,૪૮૦ના મુદામાલ કબ્જે કરી જુગારધારા કલમ ૪, પ મુજબનો ગુન્હો સી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ છે.

પકડયોલ આરોપીઓમાં ૧) લાખીબેન વા-ઓ કાનાભાઇ રામદેભાઇ ઓડેદરા. ર) પરસોતમભાઇ જેરામભાઇ ટીલવા પટેલ જુનાગઢ, ૩) મહેશભાઇ બાલુભાઇ ચાવડા કડીયા કુભાર, ૪) જયેશભાઇ ભગવાનજીભાઇ પરમાર, પ) ભરતભાઇ નાગજીભાઇ લાલુ સગર, ૬) માલદેભાઇ લાખાભાઇ ખુંટી મેર ૭) મનસુખભાઇ છગનભાઇ મકાવણા પટેલ ૮) વિણાબેન ઉર્ફે મુન્નીબેન વા-ઓ હરેશભાઇ અજીતભાઇ જાડેજા ૯) જાનુબેન વા.ઓ રામભાઇ દેશાભાઇ જાદવ ૧૦) સોનલબેન વા-ઓ વેજાભાઇ લાખાભાઇ ગોજીયા આહીર રપ-૯રર મુળ પોરબંદર છાયા વિસ્તાર મસ્જીદ પાસે ૧૧) મધુબેન વાઓ સુનિલભાઇ હરીભાઇ રાયચુરા ઉ.૪૦ બધા સામે ગુન્હો દાખલ કરેલ છે. આ કામગીરીમાં ક્રાઇમ બ્રાન્ચના ઇચા. પો. ઇન્સ.  આર.કે. ગોહિલ તથા પો. સબ ઇન્સ. ડી.જી.બડવા તથા પો. હેડ કોન્સ. વિ. એન. બડવા, એસ.એ.બેલીમ, વી. કે. ચાવડા તથા પો. કોન્સ. સાહિલ સમા, દિનેશ કરંગીયા, દેવશીભાઇ નંદાણીયા, ભરતભાઇ ઓડેદરા, કરશનભાઇ કરમટા, ડાયાભાઇ કરમટા, યશપાલસિંહજાડેજા તથા વુમન પો. કોન્સ. વિણાબેન હરેશભાઇ નાગાણી વિગેરે પોલીસ સ્ટાફએ કરેલ છે.

(12:41 pm IST)