Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

મેંદરડા અને માણાવદરમાં તસ્કર રાજઃ બે બંધ મકાનમાં હાથફેરો

રોકડ તેમજ ડોલરનાં ચલણી સિક્કા અને દુબઇના નાણા ચોરી ગયા

જુનાગઢ, તા., ૧૪: મેંદરડા અને માણાવદરમાં ખાબકી તસ્કરો બે બંધ મકાનમાંથી રોકડ તેમજ ડોલરના ચલણી સિક્કા અને દુબઇના રીયાલ ચોરીને નાસી જતા સનસનાટી મચી ગઇ હતી.

મેંદરડા ખાતે નીલગીરી પ્લોટ વિસ્તારમાં રહેતા વૃધ્ધ વલ્લભભાઇ કલ્યાણજી સરવૈયા (ઉ.વ.૮૦) તથા તેમના પત્ની તેના જામનગર ખાતે રહેતા દિકરાના ઘરે ગયા હતા.

ત્યારે તા.ર૧-૯-થી ર૦ ીદવસ બંધ રહેલા વલ્લભભાઇના બંધ મકાનના મેઇન દરવાજાની ગ્રીલનું તાળુ અને દરવાજાનું લોક અને ઇન્ટરલોક તોડી તસ્કરો ઘરમા઼ પ્રવેશ્યા હતા.

બાદમાં રૂમમાં ટેબલ ઉપર રાખેલ પતરાની સુટકેશનું તાળુ તોડી તેમાંથી રૂ. પ૦ હજારની રોકડ તેમજ છ તોલા સોનાના દાગીના મળી કુલ રૂપીયા ૮ લાખની મતાનો હાથફેરો કરીને તસ્કરો નાસી ગયા હતા.

આ અંગે પીએસઆઇ કે.એમ.મોરીએ ફરીયાદ લઇ આગળની તપાસ હાથ ધરી હતી.

આજ પ્રમાણે માણાવદરનાં પટેલ રોડ વિસ્તારમાં રહેતા વિજયભાઇ ભગવાનજી મશરૂ (ઉ.વ.પ૪)ના બંધ મકાનને પણ તસ્કરોએ નિશાન બનાવ્યું હતું.

વિજય મશરૂ પરીવાર સાથે બહારગામ ગયા હતા ત્યારે મકાનની ઓસરીનો દરવાજો તોડી તસ્કરો રૂ. ૪૦ હજારની રોકડ તેમજ ડોલરના આઠ ચલણી સિક્કા અને દુબઇનું ચલણ ચોરી ગયા હોવાની ફરીયાદ થતા હેડ કોન્સ્ટેબલ વી.જે.સીસોદીયાએ તપાસ આદરી છે.

(12:42 pm IST)