Gujarati News

Gujarati News

News of Wednesday, 14th October 2020

લીંબડી બેઠકમાં ભાજપના કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ભગીરથસિંહ રાણા

પેટા ચૂંટણી માટે બરાબરીનો જંગ : રાણા V/S રાણા : ભાજપ આજે ઉમેદવારી પત્ર ભરશે

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ તા. ૧૪ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે કિરીટસિંહ રાણા સામે કોંગ્રેસના ભગીરથસિંહ રાણાને મેદાનમાં ઉતાર્યા છે.  લીંબડી પેટા ચૂંટણી માટે ખરાખરીનો જંગ જામશે. ભાજપ આજે ઉમેદવારી પત્ર ભરશે.

સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠકના ધારાસભ્ય સોમાભાઈ પટેલે જે રાજયસભાની ચૂંટણી વખતે રાજીનામું ધારાસભ્ય પદેથી આપ્યું છે તેને લઈને સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી બેઠક ઉપર પણ તારીખ ૩ ના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી માં બંને પક્ષે ટિકિટ મેળવવા ઇચ્છુક ઉમેદવારોની મોટી યાદી ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષે સ્વીકારી હતી. જેમાં સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં ભાજપ પક્ષ દવારા કિરીટસિંહ રાણાને મોડી રાત્રે વિધાનસભાની પેટા ચૂંટણી લડવા ટીકીટ આપવામાં આવી છે.

જોકે લીંબડી બેઠક પર કોળી મતદારોનું પ્રભુત્વ હોવાથી ભાજપના કોળી આગેવાનો પણ સંભવિત ઉમેદવારોની યાદીમાં હતા. ત્યારે આગામી સમયમાં કિરીટસિંહને ઉમેદવાર જાહેર કરાતા ભાજપમાં ઉહાપોહ થવાની સંભાવના છે. ત્યારે લીંબડીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવવાની પણ શકયતા વર્તાઈ રહી છે.

(12:45 pm IST)