Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ઉજ્જવલા યોજના હેઠળ ગેસના ચુલા મફત આપ્યા બાદ ગેસ સિલિન્ડરમાં સરકારે અસહ્ય ભાવ વધારો ઝીંકયો

પોરબંદર કોંગ્રેસનો રોષ : ભાવ વધારાનો રોષ પૂર્ણ વિરોધ

પોરબંદર,તા. ૧૪ : બહેનો ચુલા ફુંકી-ફુંકીને આંખોમાંથી આંસુ વહાવી રહી છે. અમુક બહેનોને અસ્થમાનો રોગ લાગુ પડી ગયો છે. તેથી મારી બહેનોની આંખમાંથી વહેતા આંસુ હું જોઇ શકતો નથી તેવી વાતોમાં ભરમાવીને વડાપ્રધાને ઉજ્જવલા યોજના હેઠળ ગેસના ચુલાનું વિતરણ કરાવીને ત્યારબાદ ગેસ સીલીન્ડરના ભાવમાં સતત વધારો કરીને માત્ર બહેનોને જ નહીં પરંતુ બનેવીઓને રડતા કરી મૂકયા છે. તેમ જણાવીનેે પોરબંદર કોંગ્રેસ ગેસ સીલીન્ડરના ભાવવધારાનો રોષ પૂર્ણ વિરોધ દર્શાવ્યો છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઇ કારીયા અને મહીલા કોંગ્રેસ પ્રમુખ ભારતીબેન ગોહેલ, હંસાબેન તુંબડીયા વગેરે વડાપ્રધાન મોદીને પત્ર પાઠવીને જણાવ્યુ કે, તમારા શાસનમાં મોંઘવારી કુદકે ને ભુસકે વધતી ગઇ છે. ઉજ્જવલા યોજના હેઠળ ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનને એક લાખ ઓગણત્રીસ હજાર ગેસ કનેકશન અને ભારત પેટ્રોલીયમ એ અઠાવન હજાર ત્રણસો નેવયાશી પરિવારને ગેસ કનેકશન આપ્યા હતા. જેમાં ગેસનો ચુલો અને કીટ નિઃશુલ્ક અપાયા હતા પરંતુ ત્યારબાદ ગેસ સીલીન્ડરની કિંમતમાં સતત ભાવવધારો કરવામાં આવી રહ્યો છે. આ યોજના શરૂ થઇ ત્યારે ગેસ સીલીન્ડર ૭૦૦ રૂપિયાનો અપાતો હતો જેમાં ૨૫૦ રૂપિયા સબસીડી રૂપે જમા થતા હતા પરંતુ છેલ્લા દોઢ વર્ષમાં સરકારે અને મોંઘવારીએ આડો વાંક વળ્યો છે. ગેસની સબસીડી તો બંધ કરી દીધી પરંતુ સીલીન્ડરની કિંમત તો છેલ્લા બે વર્ષમાં ૩૦ થી ૪૦ ટકા વધારીને પ્રજામાં ખીસ્સા ખંખેરવાનું જે અભિયાન વડાપ્રધાન અને તેની ભાજપ સરકારે શરૂ કર્યું છે. તેના માટે પ્રજા તેને કયારેય માફ કરશે નહીં તેમ કોંગ્રેસ દ્વારા જણાવાયું છે. (

(9:53 am IST)