Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

રવિવારે કુંકાવાવમાં બાવકુભાઇ ઉંધાડ દ્વારા કુંકાવાવ-વડિયા તાલુકાના લોકો માટે નિઃશુલ્ક નિદાન કેમ્પ

વડીયા-કુંકાવાવ તા.૧૪ : તા.૧૭ને રવિવારે મોટીકુંકાવાવના કુકાવાવ ગોંડલ રોડ ઉપર પેટ્રોલપંપની સામે આવેલ કન્યા શાળા ખાતે પુર્વ કેબિનેટ મંત્રી અને અમરેલી જીલ્લા ભાજપ અગ્રણી બાવકુભાઇ ઉ઼ધાડની પ્રેરણાથી કુંકાવાવ -વડિયા તાલુકાના લોકોને આરોગ્યલક્ષી સેવાના ભાગરૂપે સવારે ૯.૩૦ થી બપોરના ૧ર.૩૦ સુધી વિનામૂલ્યે નિદાન કેમ્પનું આયોજન કરાયુ છે.

આ કેમ્પમાં ડો. કેયુર કોટડીયા, ડી.એન.બી. મેડીસીન કન્સલન્ટ ફીજીશ્યન એન્ડ ઇન્ટેન્સીવીસ્ટ, શ્વાસ, દમ, પક્ષઘાત, આંચકી, થાઇરોઇડ, તાવ, ટાઇફોઇડ, ઝેરી કમળો, ઝેરી તાવ, લીવર, કીડની, મગજના રોગો, ફેફશાના રોગો તગથા હૃદયરોગ. ડો. રાકેશ પાટીલ ડી.એન.બી. કાર્ડીયોલોજીસ્ટ બ્લડ પ્રેશર, છાતીમાં દુઃઉખાવો તથા હાર્ટ એટેક હૃદયના વાલ્વની તકલીફ હૃદયના અનિયમિત ધબકારા, ડો. જેનીસ પટેલ એમ.એસ. ઓર્થોપેડીક, હાડકાના ફેકચર કે ખોપાણ, ઘુંટણ - કમરનો દુઃખાવો, સાંધામાં સોજો આવવો, સંધીવા કે ગઠીયો વા, થાપાની નસ સુકાવી, સાંધાનો ઘસારો પગની ગાદી ઘસાવી કે સોજો આવવો. ડો. દિપક રામાણી એમ.એસ. (કન્સલન્ટ લેપ્રોસ્કોપીક સર્જન) એપેન્ડીક્ષ, સારણગાંઠ, વઘાવળ, ગાંઠ, રસોઇી અને ગર્ભાશયના રોગો, પેટ તથા આંતરડાના રોગો, કીડની, પથરી, પ્રોસ્ટેટ, મુત્રાશયના રોગો, હરસ, મસા, ભગંદર, ફીસર, અકસ્માતમાં થતી તમામ ઇજાઓ ડો.એસ. એ. સોલંકી એમ.એસ. ગાયનેકોલોજીસ્ટ નોર્મલ કે સિઝેરીયન ડીલીવરી માટે ગર્ભાશય (કોથળી)ના ઓપરેશન ટાંકાવાળુ કે લેસર માટે અંડાશયની ગાંઠની તપાસ સારવાર સેવા આપશે.

આ કેમ્પમાં ડાયાબીટીસની તપાસ તથા કાર્ડીયોગ્રામ નિઃશુલ્ક અપાશે. જરૂરીયાતમંદવાળા  દર્દીઓને ૧૦ દિવસની દવાઓ જે હાજર હશે, તે દવાઓ વિનામૂલ્યે આપવામાં આવશે. આ કેમ્પમાં લાભ લેનાર જે તે વ્યકિતઓને હૃદયરોગની (એન્જીયોગ્રાફી, એન્જીયોપ્લાસ્ટ) વગેરે એઇમ્સ હોસ્પિટલ અમરેલી ખાતે પીએમજય (આયુષ્યમાન ભારત યોજના)હેઠળ વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે. આ કેમ્પમાં લાભ લેનાર જે તે વ્યકિતઓને જનરલ સર્જરી, ઓર્થોપેડીક અને ગાયનેક સર્જરી  વગેરે રામાણી હોસ્પિટલ, કુંકાવાવ ખાતે પીએમ જય (આયુષ્યમાન ભારત યોજના) હેઠળ  વિનામૂલ્યે ઓપરેશન કરી આપવામાં આવશે.

કેમ્પનો લાભ લેવા બાવકુભાઇ ઉંધાડે લોકોને અપીલ કરી છે

(11:42 am IST)