Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ગોંડલમાં પકડાયેલ ભેળસેળ યુકત ઘીના નમૂના એફ.એસ.એલ.માં મોકલાયા

એફ.એસ.એલ.ના રીપોર્ટ બાદ આગળની કાર્યવાહીઃ પકડાયેલ બન્ને શખ્સોની જથ્થાબંધ ઘી મંગાવી છૂટકમાં વેચતા હોવાની કેફીયત

તસ્વીરમાં પકડાયેલ બન્ને શખ્સો અને ઘીનો જથ્થો નજરે પડે છે. (તસ્વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા. ૧૪ :.. ગોંડલમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું પકડાયા બાદ પોલીસે ઘીના નમુના એફએસએલમાં મોકલેલ છે. એફ.એસ.એલ.ના રીપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે.

ગોંડલ ડિવિઝન નાયબ પોલીસ અધિક્ષક પી.એ.ઝાલા, સીપીઆઈએ.બી.ગોહિલ ની સુચના અન્વયે તાલુકા પોલીસે ભોજપરા જી.આઇ.ડી.સી વીસ્તારમાં આવેલ એક ગોડાઉન મા રેઇડ કરતા નીલેષભાઇ મહેન્દ્રભાઇ કારીયા, કરણભાઇ ભરતભાઇ છગ રહે. બન્ને ગોંડલ વાળા ના ગોડાઉનમાં રેઇડ કરતા કોઇપણ જાતના લાયસન્સ કે આધાર પુરાવા વગર કેમીકલ, એસન્સ જેવા પદાર્થો નુ ભેળસેળ કરી  શ્રી સહજ કાઉ ધી'' (ગીરીરાજ ફુડસ) નામ આપી ભેળસેળયુકત ધી બનાવતી ફેકટરી માં મોટા પ્રમાણ માં ભેળસેળયુકત ધી નુ ઉત્પાદન કરવામાં આવતું અને જથ્થાબંધ વેચાણ પણ કરતા સમગ્ર બાબત ની જાણ ફુડ એન્ડ ડ્રગ વીભાગ રાજકોટ ને કરતા સ્થળ પર બોલાવી બન્ને શખ્સો નીલેષભાઇ મહેન્દ્રભાઇ કારીયા લુહાણા, રહે ગોંડલ ભવનાથ ૨, કરણભાઇ ભરતભાઇ છગ લુહાણા, ઉ.વ.૩૦ રહે. ગોંડલ હેપીહોમ સોસાયટી વાળા ને કુલ મુદામાલ કિ રૂ. ૭,૨૩,૨૮૦/- સાથે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

દરમિયાન આ અંગે તપાસનીશ અધિકારી ગોંડલ તાલુકાના પીએસઆઇ મહાવીરસિંહ પરમારે જણાવ્યું હતું કે, પકડાયેલ ઘીના નમૂના એફ.એલ.માં મોકલવામાં આવ્યા છે. એફએસએલ.ના રીપોર્ટ બાદ આગળની કાર્યવાહી કરાશે.

બીજી બાજુ પકડાયેલ બન્ને શખ્સોએ આ ઘીનો જથ્થાબંધ જથ્થો અમદાવાદની મંગાવી છૂટક વેચાણમાં વધારે રૂપિયા મળે તે માટે પેકીંગ કરી વેચાણ કરતા હોવાની પોલીસ સમક્ષ કેફીયત આપી છે. પોલીસે એફ. એસ. એલ.ના રીપોર્ટ તરફ મીટ માંડી છે.

(11:43 am IST)