Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

જુનાગઢમાં માનસિક અસ્વથ ભાણેજે લાફા-ધૂંબા મારતાં હનીફભાઇની આંખ ફૂટી ગઇ

વૃધ્ધને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા

રાજકોટ તા. ૧૪: જુનાગઢના જમાલવાડીમાં પોતાના બહેન હમીદાબેન સાથે રહેતાં હનીફભાઇ અલીભાઇ કુરેશી (ઉ.વ.૭૦) નામના વૃધ્ધને તેના ભાણેજ સિદ્દીકે લાફા-ધૂંબા મારતાં પહેરેલા આંખ પર પહેરેલા ચશ્મા તૂટી જતાં ડાબી આંખમાં કાચ ખુંચી જતાં પરદો તૂટી જતાં જુનાગઢ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતાં આંખના વિભાગમાં દાખલ કરાયા છે.
હનીફભાઇના બહેન હમીદાબેનના કહેવા મુજબ તેનો પુત્ર શબ્બીર માનસિક અસ્થિર છે તે ગમે ત્યારે મગજ ગુમાવે છે અને ગમે તેને મારકુટ કરી લે છે. આ વખતે તેના મામા હનીફભાઇને માર મારી લીધો હતો. ચશ્મા તૂટી જતાં આંખનો પરદો ફાટી ગયો હતો.

 

(11:57 am IST)