Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

જેતપુર અને ઉમરાળી પંથકમાં જુગારના દરોડાઃ ૧૦ શખ્સો પોલીસની ઝપટે ચડી ગયા

કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૧૪ : શહેરમાં દારૂ-જુગારની બદીઓ દુર કરવા શહેર પોલીસ ગત રાત્રીના પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન ચેમ ઉપર જુગાર રમતા કમલ પ્રદ્યુમનભાઇ દેવડા (રહે.ખોડપરા)ને પકડી પાડી સટ્ટા વિશે પુછપરછ કરતા લોહાણા સમાજવાડી પાસે રહેતા ભાવેશ મહેન્દ્રભાઇ પાસે બેલેન્સ નખાવી જુગાર રમતો હોય ભાવેશને બોલાવી પકડતા તેમણે રાજકોટના મહેશ નામના શખ્સ પાસે બેલેન્સ મંગાવતો હોવાની કબુલાત આપતા પોલીસે કમલ ભાવેશ બન્ને શખ્સોને રોકડા રૂ. ૮૯૦ તેમજ મોબાઇલ ર મળી કુલરૂ.૧૦.૮૯૦ ના મુદામાલ સાથેપકડી પાડી ત્રણે વિરૂધ ગુન્હો દાખલ કરેલ હતો.

આ રેડમાં નાનાચોકમાં ચલણી નોટોના નંબર ઉપર એકી બેકીનો જુગાર રમતા હુસેનભાઇ હાથરોટીયા (રહ.તકીયા શેરી) ઇકબાલ હાજીભાઇ રાઠોડ (રહે. જમનાવાડ) બન્ને શખ્સોને રૂ.પ૩૦ સાથે પકડી પાડેલ હતા.

તેમજ વિરપુર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. જે.એચ. સીસોદીયા સ્ટાફના જયદેવસિંહ, જયેશભાઇ ચાવડા, પરેશભાઇ સીંધવ, ધવલસિંહ ચૌહાણ, મનેસભાઇ પરમાર, ભોળાભાઇ ગોહેલને સાથે રાખી પેટ્રોલીંગમાં નીકળેલ તે દરમ્યાન ઉમરાળી હરમડીયા રોડ ઉપર જાહેરમાં તીનપતીનો જુગાર રમતા વિપુલ ધનજીભાઇ ડોબરીયા, જયેશ મનસુખભાઇ વિરડીયા, શશીકાંત ધુસાભાઇ વિરડીયા, વલ્લભ રણછોડભાઇ અમીપરા ગોબર પોપટભાઇ વીગડીયા, રમેશ ભીખુભાઇ ટીંબડીયા (રહે. તમામ ઉમરાળી) ને રોકડા રૂ. ર૦,૮૦૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ.

આમ ત્રણ રેડ દરમ્યાન કુલ ૧૦ શખ્સોને રોકડા રૂ.૩ર,રર૦ સાથે પકડી પાડી તમામ વિષેસ ધોરણસરની કાર્યવાહી કરેલ.

(12:35 pm IST)