Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

જામનગરનાં કાલાવડમાં આર્થિક સંકડામણથી કંટાળીને રવિ મકવાણાનો આપઘાત

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૪: કાલાવડ ગામે રહેતા વિરેનભાઈ વશરામભાઈ મકવાણા, ઉ.વ.૩૬, રે. આંબેડકરનગર, વિકાસ કોલોની પાસે, કાલાવડવાળા એ કાલાવડ પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે,  તા.૧૩–૧૦–ર૧ના આ કામે મરણજનાર રવિભાઈ વશરામભાઈ મકવાણા, ઉ.વ.૩૦, રે. આંબેડકરનગર વિકાસ કોલોની પાસે, કાલાવડ વાળા ઘણા સમયથી કોઈ કામ ધંધો મળતો ન હોય ઘરે રહેતા હોય જેથી આર્થીક સકડામણથી પોતાની મેળે ચુંદડી વડે ગળેફાંસો ખાઈ જતા સારવારમાં લાવતા મરણ થયેલ છે.

ધરમપુરમાં જુગાર રમતા નવ ઝડપાયા

લાલપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ. કરણાભાઈ ધાનાભાઈ વસરા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૪–૧૦–ર૧ના ધમરપુર ગામે આ કામના આરોપી નરેન્દ્ર મારખીભાઈ કારેણા, ડાડુભાઈ હદાભાઈ ડાગર, માલદેભાઈ નાથાભાઈ કરંગીયા, અમીતભાઈ હમીરભાઈ ડાગર, જયદીપભાઈ ધનાભાઈ ગોજીયા, રમેશ ખીમાભાઈ કરંગીયા, મુકેશ માધાભાઈ રાઠોડ, ભીમશી લખમણભાઈ બડીયાવદરા, ડાયાભાઈ વલ્લભભાઈ  વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧૪ર૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

જુની અદાવતનો ખાર રાખી માર માર્યો

લાલપુર પોલીસ સ્ટેશનમાં હિતેશપરી નટુપરી ગોસાઈ, ઉ.વ.ર૯, રે. આરબલુસ ગામ વાળાએ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૦–ર૧ ના આરબલુસ ગામ ઉમીયા માતાજીના મંદિર પાસે ફરીયાદી હિતેશગીરી ને આરોપીઓ રવીરાજસિંહ કાળુભા, વિરભદ્રસિંહ જામસિંહ, અજીતસિંહ બનેસંગ, રે. આરબલુસવાળા સાથે એક મહિના પહેલા ગામમાં ઓટા ઉપર બેસવા બાબતે બોલાચાલી થયેલ હોય જે વાતનું મનદુઃખ રાખી આરોપીઓ ફરીયાદી હિતેશગીરીને શરીરે ઢીકાપાટુ તથા લાકડી તથા લોખંડના પાઈપ વડે માર મારી શરીરે છોલછાલ તેમજ મુંઢ ઈજા કરી ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી ગુનો કરેલ છે.

વર્લી મટકાના આંકડા લખતો ઝડપાયોઃ એક ફરાર

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્ર હંસરાજભાઈ વૈષ્ણવ એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૦–ર૧ના કડીયાવડ, વિશ્વકર્મા ચોક, ઉમંગ હેર ડ્રેસર બહાર, જામનગરમાં આ કામના આરોપી ધર્મેન્દ્ર માધવજીભાઈ ભટ્ટ, રે. જામનગરવાળો વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડ રૂ.૧૦,૬૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી વૈભવ ચતવાણી ફરાર થઈ ગયેલ  છે આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દારૂની બોટલ સાથે ઝડપાયો

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રદિપસિંહ નિર્મળસિંહ રાણા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧૩–૧૦–ર૧ ના ઉધોગનગર, જી.ઈ.બી.ની ઓફીસની બાજુમાં જાહેર રોડ ઉપર આ કામના આરોપી કલ્પેશભાઈ જેન્તીભાઈ ગોરી, રે. જામનગરવાળો ગેરકાયદેસર પાસ પરમીટ વગર પોતાન કબ્જામાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂની બોટલ જેના ઉપર અંગ્રેજીમાં રોયલ ચેલેન્જ કલાસીક પ્રીમીયમ વ્હીસ્કી લખેલ ફોર સેલ ઈન હરીયાણાની શીલબંધ બોટલ નંગ–૧ જેની કિંમત રૂ.પ૦૦/– સાથે ઝડપાઈ ગયેલ છે.

સાસરીયાઓએ પરણિતાને દુઃખ ત્રાસ આપ્યાની રાવ

જામનગર મહિલા પોલીસ સ્ટેશનમાં સંગીતાબેન વિશાલભાઈ સુરેશભાઈ અંન્દ્રપ્રિયા, ઉ.વ.ર૭, રે. પ્રજાપતિની વાડી, અપૈયા ટેમ્પલની બાજુમાં શામજીભાઈ ગોરીયાના મકાનમાં આ કામના આરોપી પતિ – વિશાલ સુરેશભાઈ અંન્દ્રપ્રિયા, સસરા–સુરેશભાઈ રામજીભાઈ અંન્દ્રપ્રિયા, માસીજી સાસુ– રશ્મિતાબેન સુરેશભાઈ અંન્દ્રપ્રિયા, રે. જામનગરવાળા ફરીયાદી સંગીતાબેન સાથે ઝઘડો કરી ગાળો બોલી મારકુટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ઘર માંથી બહાર કાઢી મુકી એકબીજાની મદદગારી કરી હેરાન પેરશાન કરી શારીરીક માનસીક દુઃખ ત્રાસ આપી એકસંપ કરી ગુનો કરેલ છે.

એસ.ટી.બસે મોટરસાયકલને ઠોકર મારતા યુવાનનું મોત

કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનમાં દેવેન્દ્રસિંહ પ્રઘ્યુમનસિંહ જાડેજા, ઉ.વ.૩૬, રે. ફગાસ ગામ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, તા.૧ર–૧૦–ર૧ના આ કામના ફરીયાદી દેવેન્દ્રસિંહના કૌટુંબીક ભાઈ હરદીપસિંહ જગદીશસિંહ જાડેજા, ઉ.વ.ર૪, રે. ફગાસ ગામ વાળા પોતાના હવાલાની મોટરસાયકલ હિરો સ્પેલન્ડર પ્લસ જેના રજી.નં. જી.જે.–૧૦–ડી.એચ.–૯૧૮૪ ની લઈ અને રાજકોટ થી પોતાના ગામ ફગાસ ગામ ખાતે આવતા હોય તે દરમ્યાન કાલાવડ–ધોરાજી રોડ સરવાણીયા ના પાટીયા ની આગળ ગોલાઈ પાસે રોડ પર આરોપી એસ.ટી.બસ જેના રજી.નં. જી.જે.–૧૮–ઝેડ–૦રપ૪ નો ચાલક પોતાના હવાલાવાળી એસ.ટી. બસ પુરઝડપે ગફલત ભરી રીતે ચલાવી મોટરસાયકલને ઠોકર મારી ફરીયાદી દેવેન્દ્રસિંહના કૌટુંબીક ભાઈ હરદીપસિંહનું એકસીડન્ટ કરી માથાના ભાગે ઈજા તથા ફેકચર અને જમણા કાનમાં તથા બાવડા પર નાની મોટી ગંભીર ઈજા કરી તથા બંન્ને પગ છોલાઈ ગયેલની ઈજા કરી તથા જમણું બાવણું વળી ગયેલ અને ફેકચર થઈ ગયેલ અને ગંભીર ઈજા પહોંચાડી મોત નિપજાવી ગુનો કરેલ છે.

(1:10 pm IST)