Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

ભુલાઇ ગયેલ લેપટોપ, મોબાઈલ ફોનનું બેગ જૂનાગઢ પોલીસ દ્વારા શોધી કાઢેલ

જૂનાગઢ, તા.૧૪: મધુરમ વિસ્તારમાં રહેતા, પ્રીન્સ પંકજભાઇ રાઠોડ કંપનીમાં  ફરજ બજાવે છે, તા. ૧૪/૧૦/૨૦૨૧ના બસ સ્ટેન્ડ જવા માટે ઓટો રીક્ષામાં બેસેલ હતા. ઓટો રીક્ષામાંથી ઉતર્યા બાદ તેમને માલુમ થયેલ કે, તેનું લેપટોપ અને મોબાઇલ ફોનનુ બેગ રીક્ષામાં ભુલાઇ ગયેલ, જે બંનેની કી. રૂ. ૪૦,૦૦૦/- જેટલી હોય. તેમણે ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનો સંપર્ક કરેલ. બેગ શોધવા જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને સૂચના આપેલ.

નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, એ.એસ.આઇ. વર્ષાબેન વદ્યાસીયા, પો.કો. વિમલભાઇ ભાયાણી, રાહુલગીરી મેદ્યનાથી, પાયલબેન વકાતર તેમજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.કો. વનરાજસિંહ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, પ્રીન્સ પંકજભાઇ રાઠોડ, જે સ્થળેથી ઓટો રીક્ષામાં બેઠેલ તે સ્થળથી જયા રીક્ષામાંથી ઉતરેલ ત્યા સુધીના ર્ંવિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા ઓટો રીક્ષાના નંબર GJ ૧૮ AU ૦૬૮૭ શોધી કાઢેલ.

તે ઓટો રીક્ષાના નંબર આધારે રીક્ષા ચાલક ઇરફાન કાસમ નાદ્યોરી હોવાનુ શોધી કાઢવામાં આવેલ હતુ. રીક્ષા ચાલકને પોલીસ દ્રારા પૂછ પરછ કરતા તેમને ઉકત બેગની તપાસ કરતા બેગ પોતાની રીક્ષામા જ હોવાનુ જણાવેલ. રીક્ષા ચાલકની વધુ પૂછ પરછ કરતા પોલીસને જાણવા મળેલ કે બેગ રીક્ષામાં પેસેન્જર જે જગ્યાએ બેસે ત્યા નીચે પડેલ હોય જેથી રીક્ષા ચાલકની પણ તે બેગ ઉપર નજર ના પડેલ. આમ જૂનાગઢ પોલીસ દ્વારા પ્રીન્સ પંકજભાઇ રાઠોડનુ લેપટોપ અને મોબાઇલ ફોન સહીતનુ બેગ કે જેની કી. રૂ. ૪૦,૦૦૦/- છે, તે કીંમતી બેગ ગણતરીની કલાકોમાં સહી સલામત પરત કરેલ હતું.

(1:12 pm IST)