Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

વિસાવદરમાં અસામાજીક તત્વો સામે ભય વગર પોલીસ ફરિયાદ કરવા અપીલ

(વિનુ જોશી દ્વારા) જૂનાગઢ,તા. ૧૪: તાજેતરમાં વિસાવદર ટાઉનના કનૈયા ચોક ખાતે આવેલ ગાંઠિયાની લારીઓ વાળાને હેરાન કરવા બાબત રાજેશ હરસુખભાઈ રિબડિયા, રાજન, હાર્દિક સહિતના સાથે માથાકૂટ કરી, મેઈન બજારમાં તથા સાહેદ હાર્દિકના દ્યરે જઈને માથાકૂટ કરવા બાબતે આરોપીઓ નાસીર રહીમભાઈ મહેતર, ઇમ્તિયાઝ ઉર્ફે પોપટ જાવિદ ભાઈ બ્લોચ, અમિત ઉર્ફે ભૂરો યુનુસભાઈ સમા, કૌશિક ઉર્ફે કપિલ દુલાભાઈ દાફડા, અકીલ ઉર્ફે ટોની ફિરોઝભાઈ સીડા, સહિત કુલ ૦૫ આરોપીઓ વિરુદ્ઘ રાયોટિંગ, ખૂનની કોશિશ, અપહરણ, લૂંટ, આર્મ્સ એકટ, મારામારી, મિલકતને નુકશાન, ધાક ધમકી આપવાના, હથિયાર ધારા ભંગ, જુગાર સહિતના ગુન્હાઓ નોંધાયેલ હતા. આ તમામ પાંચેય આરોપીઓ એકબીજા સાથે ઉપરના ગુન્હાઓ મા ભૂતકાળમાં પકડાયેલ હતા અને એક ગેંગ સ્વરૂપે જણાઈ આવતા, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા પકડાયેલ તમામ આરોપીઓના આરોપી નાસીર રહીમભાઈ મહેતર સહિત આ પાંચેય આરોપીઓની ગેંગ વિરુદ્ઘ લોકોને આ ગેંગના ભય અને ત્રાસ માથી છોડાવવાના ભાગરૂપે તથા આ ગેંગ વિરુદ્ઘ ખાનગીમાં પણ જાણ્યા મુજબ અસંખ્ય ફરિયાદો હોઈ, જેઓ વિરુદ્ઘ ફરિયાદ કરવા લોકો જાહેરમાં આવતા ના હોય, આ ગેંગનાં અસ્તિત્વને નાશ કરવાના ભાગરૂપે તમામ પાંચ આરોપીઓની ગેંગ વિરુદ્ઘ ધ ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઈઝ ડ ક્રાઇમ (GCTOC) એકટ મુજબ સરકાર તરફે ક્રાઇમ બ્રાન્ચના પો.ઇન્સ. એચ.આઇ. ભાટી ફરિયાદી બની, વિસાવદર પોલીસ સ્ટેશન ખાતે અલગ ગુન્હો દાખલ કરી, આગળની તપાસ જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા દ્વારા હાથ ધરવામાં આવેલ.

આ ગુજસીટોક કાયદા હેઠળ નોંધાયેલ ફરિયાદની તપાસનો ધમધમાટ જૂનાગઢ પોલીસ દ્વારા હાથ ધરી, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવી તેજા વાસમ શેટ્ટી દ્વારા આ ગુન્હામાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે, તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી, કડક કાર્યવાહી હાથ ધરવા તેમજ પુરાવાઓ મેળવવા સુવ્યવસ્થિત તપાસ થાય તે માટે જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા સહિતના પોલીસ અધિકારીઓની એક તપાસ ટીમ બનાવી, આરોપીઓ વિરુદ્ઘની વિગતો એકત્રિત કરવાનું ચાલુ કરવામાં આવેલ છે. વિસાવદરની આ ગેંગ વિરુદ્ઘ દાખલ થયેલ ગુજસીટોક એકટના ગુન્હાની તપાસમાં આ ગેંગનો ઘણા લોકો ભોગ બન્યા હોવાની હકીકત તેમજ આ ગેંગ આરોપી કૌશિક ઉર્ફે કપિલ દાફડાનો ઉપયોગ લોકોને એટ્રોસિટી એકટ મુજબની ફરિયાદ કરવા દબાવવા તેમજ સમાધાન કરી, ખંડણી ઉદ્યરાવવા કરતા હોવાની વિગર્તોં પણ તપાસ દરમિયાન જાણવા મળી છે. પોલીસ દ્વારા તમામ આરોપીઓ વિરુદ્ઘ પુરાવાઓ એકત્રિત કરી, ટ્રાન્સફર વોરંટ મેળવી, જેલમાંથી આરોપીનો કબજો મેળવી, આરોપીઓ (૧) નાસીર રહીમભાઈ મહેતર દ્યાંચી રહે. મકરાણી પરા, કોર્ટની પાછળ, વિસાવદર જી. જૂનાગઢ, (૨) ઈમ્તિયાઝ ઉર્ફ પોપટ જાવીદભાઈ બ્લોચ મકરાણી રહે. હનુમાન પરા શેરી ન. ૦૧, વિસાવદર જી. જૂનાગઢ, (૩) અમિત ઉર્ફે ભૂરો યુનુસભાઈ સમાં ગામેતી રહે. ખોડિયાર પરા, વિસાવદર જી. જૂનાગઢ, (૪) કૌશિક ઉર્ફે કપિલ દુલાભાઈ ઉર્ફે દુર્લભભાઈ દાફડા અનુજાતી રહે. દલિતવાસ, જુના બસ સ્ટેન્ડ પાસે, વિસાવદર જી.જૂનાગઢ તથા (૫) અકિલ ઉર્ફે ટોની ફિરોઝભાઈ સીડા ગામેતી રહે. ખ્વાજા નગર, ખામ ધ્રોલ રોડ, જૂનાગઢની ધરપકર્ડં કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓએ ભૂતકાળમાં લોકો પાસેથી ખંડણી ઉદ્યરાવવાની કોશિશ કરી, ધાક ધમકીઓ આપેલાની વિગત તપાસ દરમિયાન જણાઈ આવતા, કાયદાની કલમોનો ઉમેરો પણ કરવામાં આવેલ છે. પકડાયેલ પાંચેય આરોપીઓની વધુ પૂછપરછ હાથ ધરી, તપાસ હાથ ધરવામાં આવેલ છે.

આ ગેગના તમામ આરોપીઓની ગુજસિકોટ ના ગુન્હામાં ધરપકડ કરવામાં આવેલ છે અને પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવનાર છે, ત્યારે આ ગેંગનો ભોગ દ્યણા લોકો બન્યા છે, પરંતુ જાહેરમાં ફરિયાદ કે નિવેદન લખાવાવા આવતા નથી, ત્યારે જૂનાગઢ જિલ્લા ર્ંપોલીસ વડા શ્રી રવી તેજા વાસમ શેર્ટ્ટીં દ્વારા આ ગેંગના આરોપીઓ દ્વારા ભૂતકાળમાં કોઈને હેરાનગતિ કરવામાં આવેલ હોઈ, આરોપીઓ વિરુદ્ઘ પોતાની હકીકત નોંધાવવા માંગતા હોય તો, પોલીસ સમક્ષ આવવા જાણ કરવામાં આવેલ છે તેમજ માહિતી આપનાર ખાનગીમાં પણ તપાસ ટીમના ઉપરોકત પોલીસ અધિકારીઓનો સંપર્ક કરી, વિગતો આપી શકે છે અને વિગતો આપનાર કે માહિતી આપનાર ભોગ બનનારના નામ ગુપ્ત રાખવામાં આવશે, તેવું પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે.

(1:12 pm IST)