Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

જુનાગઢની દાણાપીઠમાં ટ્રક બેકાબુ બનતાઃ ત્રણ વાહનનો બુકડો

વેપારીની રૂ.૬૩ હજારના નુકસાનની ફરિયાદ

(વિનુ જોશી) જુનાગઢ તા.૧૪ : જુનાગઢના દાણાપીઠમાં એક ટ્રક બેકાબુ બનતા નાસભાગ મચીગઇહતી અને ત્રણ વાહનનો ટ્રકે કચ્ચરઘાણ વાળી દેતા વેપારીએ ટ્રક ડ્રાઇવર સામે રૂ.૬૩ હજારના નુકસાનની પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

જુનાગઢ શહેરની મધ્યમાં સર્કલ ચોક નજીક ઢાળવાળા વિસ્તારમાં આવેલ દાણાપીઠમાં સવારથી મોડી સાંજ સુધી સ્થાનિક તેમજ બહારગામના ગ્રાહકો અને વેપારીઓનો સતત ધમધમાટ હોય છે.

દાણાપીઠ નજીક આવેલ મહાલક્ષ્મી મંદિર તહેવારને લઇ દર્શનાર્થીઓની પણ અવર જવર હોય છે.

સતત ધમધમતા દાણાપીઠમાં ગઇકાલે બપોરના અઢી વાગ્યાની આસપાસ જીજે૧૧-એકસ-૯પર૬ નંબરનો એક ્ટરક બેકાબુ બન્યો હતો અને આ ટ્રક ઢાળવાળા રસ્તા પરથી ફુલ સ્પીડે દોડવા લાગ્યા હતા. જેના કારણે લોકો વેપારીઓમાં નાસભાગ મચી ગઇ હતી.

જો કે આ ટ્રક વાહનો સાથે અથડાયને રોકાય ગયો હતો. આ અકસ્માતની સદનસીબે કોઇને ઇજા થઇ ન હતી.

પરંતુ વેપારી સુરેશભાઇ સુખરામ ભાવનાણીની દુકાન પાસે રહેલું તેમનું એટીસેટર મોટર સાયકલ તેમજ ર ડયુએટ અને અન્ય વેપારી મહેશભાઇના સુઝુકી મોટર સાયકલનો બુકડો બોલી ગયો હતો.

આ અંગે સુરેશ ભાવનાણીએ ટ્રક ડ્રાઇવર નથુભાઇ હરદાસ સોંદરવા સામે ત્રણેય વાહનને કુલ રૂ.૬૩ હજારનું નુકસાન કર્યાની ફરિયાદ નોંધાવતા એ ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

(1:13 pm IST)