Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મોરબીના કોર્ટ પરિસરમાંથી નામચીન શખ્શોને હથિયારો સાથે ઝડપી લેવાયા.

કાર અને ત્રણ છરી સહિતનો મુદામાલ એલસીબી ટીમે જપ્ત કર્યો.

મોરબીના કોર્ટ પરિસરમાંથી એલસીબી ટીમે નામચીન ઇસમ સહિતના ત્રણ શખ્શોને કારમાં છરી સાથે ઝડપી લઈને ૧.૫૦ લાખથી વધુની કિમતનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ ચલાવી છે
  નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ રાજકોટના સંદીપસિંહની સુચનાથી મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન કોર્ટ મુદતે આવનાર પક્ષે વાંધા ચાલતા હોય જેથી કોઈ શરીર સંબંધી ગુન્હો ના બને તે માટે એલસીબી ટીમે વોચ ગોઠવી હતી જેમાં મોરબીના કોર્ટ પરિસરમાં આરોપી ભરત કાળુભાઈ ગોગરા પોતાની કાર જીજે ૬ ઇએચ ૨૩૪૯ વાળીમાં તેના સાગરીતો સાથે બેઠો હોય જેની પાસે તીક્ષ્ણ હથિયારો હોય અને મારામારી કેસના કામે કોર્ટ મુદતે આવેલ હોવાની બાતમી મળતા એલસીબી ટીમે કોર્ટ પરિસરમાંથી આરોપી ભરત કાળુભાઈ ગોગરા, ઈરફાન કરીમ બ્લોચ અને અલ્તાફ અકબર ફકીર (રહે ત્રણેય બોરીચાવાસ મોરબી વાળા) ને ઝડપી લીધા હતા અને આરોપીઓ પાસેથી ત્રણ છરી અને કાર સહીત ૧,૫૦,૧૫૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપીઓ વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

(6:45 pm IST)