Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મોરબીના દાઉદી પ્લોટમાં ખદબદતી ગંદકી દુર કરવા પાલિકાની ટીમે સફાઈ અભિયાન ચલાવ્યું.

ઉકરડામાં બેફામ ગંદકી ખદબદતી હોય જે દુર કરવામાં આવી હોય જેથી સ્થાનિકોએ પાલિકાની ટીમને બિરદાવી

મોરબીના દાઉદી પ્લોટ વિસ્તારમાં બેફામ ગંદકી જોવા મળતી હોય ત્યારે મોરબી પાલિકાના પદાધિકારીઓ અને અધિકારીની ટીમે સ્થળ પર ઉપસ્થિત રહીને સફાઈ અભિયાન ચલાવ્યું હતું અને ખદબદતી ગંદકી દુર કરવામાં આવી છે

મોરબીના વોર્ડ નં ૦૭ માં આવેલ દાઉદી પ્લોટ શેરી નં ૦૧ માં પાલિકા ટીમે સફાઈ અભિયાન ચલાવ્યું હતું વિસ્તારમાં સેનિટેશન ન્યુસન્સ પોઈન્ટ દુર કરવા પાલિકાના ચીફ ઓફિસર ગીરીશ સરૈયા, પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા તેમજ મોરબી નગરપાલિકાના ચેરમેન કલ્પેશ ભુપતભાઈ રવેશિયા અને ચેરમેન આશીફ્ભાઈ ઘાંચી, ગેરેજ વિભાગના ચેરમેન ભાવિકભાઈ જારીયા તેમજ સેનિટેશન ઇન્સ્પેકટર કૃષ્ણસિંહ સહિતની ટીમે સ્થળ પર હજાર રહીને સફાઈ અભિયાન ચલાવ્યું હતું અને અહી ઉકરડામાં બેફામ ગંદકી ખદબદતી હોય જે દુર કરવામાં આવી હોય જેથી સ્થાનિકોએ પાલિકાની ટીમને બિરદાવી હતી.

(6:45 pm IST)