Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

મોરબીના ગુંગણ ગામે શનિવારે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ યોજાશે

મોરબી :  સમસ્ત ગુંગણ ગામ દ્વારા તા. ૧૬ ને શનિવારના રોજ સાંજે ૫ કલાકે મંત્રી બ્રિજેશભાઈ મેરજાનો સન્માન સમારોહ યોજાશે મોરબી-માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરજાને રાજ્યના નવા મંત્રીમંડળમાં પંચાયત, શ્રમ અને રોજગાર મંત્રી તરીકે સ્થાન મળ્યું હોય જેથી સમસ્ત ગામ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાયું છે
જે સન્માન સમારોહમાં ગુંગણ ગામના આગેવાનો, ગ્રામજનો ઉપસ્થિત રહેશે તેમ ગુંગણ ગ્રામ પંચાયતના સરપંચ દિગુભા જાડેજા, ભીખુભા જાડેજાની યાદી જણાવે છે સન્માન સમારોહ કાર્યક્રમ બાદ સમસ્ત ગ્રામજનો માટે ભોજન સમારંભનું પણ આયોજન રાખેલ છે.

(11:02 pm IST)