Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

કલ્યાણપુર તાલુકામાંથી પાંચેક કરોડના બોક્સાઇટની ચોરી પકડાઈ

કેનેડી ગામ ખાતે મોટાપાયા પર બોક્સાઇટનું ગેરકાયદેસર ઉત્ખનન: ખાણ અને ખનીજ વિભાગે જીપીએસ આધારિત ઇન્સ્ટ્રુમેન્ટ્સની મદદથી 35 મેટ્રિક ટનથી વધુ ચોરી થઈ હોવાનો અંદાજ મુક્યો

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામની બહાર પાંચેક કરોડનાબોક્સાઇટની ચોરી પકડાઈ હતી. આ ચોરીમાં કથિત સંડોવણી બદલ સ્થાનિક ટ્રાન્સપોર્ટરને બુક કરવામાં આવ્યો છે, એમ પોલીસે જણાવ્યું હતું.

કલ્યાણપુર પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર એફ બી ગગનિયાએ જણાવ્યું હતું કે હલમતિયા ગામના જેઠા વારુને આ ખનીજની ચોરી બદલ બુક કરવામાં આવ્યો છે. રાજ્યના ખાણ અને ખનીજ વિભાગને ટિપ મળી હતી કે કેનેડી ગામ ખાતે મોટાપાયા પર બોક્સાઇટનું ગેરકાયદેસર રીતે ઉત્ખનન થઈ રહ્યું છે. અધિકારીઓએ ગામની બહાર દરોડો પાડ્યો તો અને બોક્સાઇટની ચોરી પકડી હતી

ગગનિયાએ ઉમેર્યુ હતું કે વરુ અને તેના સહયોગીઓએ છેલ્લા દોઢ વર્ષમાં સરકારી જમીન પરથી 35,313 મેટ્રિક ટન જેટલુ બોક્સાઇટ ઉત્ખનન કર્યુ હતુ. વારુની સાથે આ કૌભાંડમાં તેની સાથે જોડાયેલા વધુને વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે જણાવ્યું હતું કે ખાણ અને ખનીજ વિભાગે જીપીએસ આધારિત ઇન્સ્ટ્રુમેન્ટ્સની મદદથી કેટલનું ઉત્ખનન કર્યુ તે શોધી કાઢ્યુ અને 35 મેટ્રિક ટનથી વધુ ચોરી થઈ હોવાનો અંદાજ મૂક્યો હતો

(8:28 pm IST)