Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ભાવનગરની DRM ઓફિસમાં ફરી કોરોનાની એન્ટ્રી : 6 કર્મીઓનો રિપોર્ટ પોઝીટીવ : ફફડાટ

અગાઉ 8 કર્મચારીઓને કોરોના વળગ્યો હતો : હાલમાં 6 કર્મચારીઓ સારવાર લઇ રહ્યાં છે

ભાવનગરની DRM ઓફિસમાં ફરી વાર કોરોનાએ કહેર મચાવ્યો છે. DRM ઓફિસમાં 6 લોકો કોરોના પોઝિટિવ આવ્યાં છે.રેલ્વે તંત્રના સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે, ‘ભાવનગરના પરા વિસ્તારની DRM ઓફિસમાં એસ્ટાબ્લીશમેન્ટ ડિપાર્ટમેન્ટ તેમજ અન્ય વિભાગમાં એમ કુલ 6 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.’ આ પહેલાં પણ ભાવનગર રેલ્વે ડિવિઝન ઓફિસમાં બે મહિના અગાઉ 8 કર્મચારીઓને કોરોના થયો હતો. હાલમાં 6 કર્મચારીઓ કોરોનાની સારવાર લઇ રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇ કાલે શુક્રવારના રોજ સાંજના આંકડાઓની વાત કરીએ તો ગુજરાતમાં કોરોનાનાં નવા 1152 પોઝિટિવ કેસ સામે આવ્યાં હતાં. ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,86,116 એ પહોંચી ગઇ છે. જ્યારે રાજ્યમાં વધુ 6 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કુલ મૃત્યુઆંક વધીને 3791 એ પહોંચ્યો છે. જ્યારે 1078 લોકો કોરોનાને મ્હાત આપી ચૂક્યાં છે. જો કે સાથે સાથે ગુજરાતમાં સાજા થવાનો દર 91.31 ટકા થયો છે. ત્યાં રાજ્યમાં ગઇ કાલે 53,967 ટેસ્ટ કરવામાં આવ્યાં હતાં.

(10:27 am IST)