Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

શ્રી સોમનાથ મહાદેવ મંદિરનો ૭૪મો સ્થાપના દિન ઉજવાયો

વેરાવળ : સરદાર વલ્લભભાઈ પટેલ દેશ આઝાદ થયો અને જુનાગઢને આઝાદી અપાવી નૂતન વર્ષે ૧૩ નવેમ્બર ૧૯૪૭ ના રોજ સોમનાથ આવેલ, ત્યારે સોમનાથ મંદિરના જીર્ણ અવશેષો જોઈએ સરદારનું હૃદય દ્રવી ઉઠ્યું, તેઓએ સોમનાથ મંદીરનાં પુનઃ નિર્માણના સંકલ્પ સમુદ્ર જળ હાથમાં લઈને કરેલ, આ સંકલ્પને ૭૩ વર્ષ પૂર્ણ થયા છે. કાળક્રમે સરદાર પોતાના મંદિરના જીર્ણોદ્ઘારના સંકલ્પને નિહાળવા જીવિત ના રહ્યાં પણ આજે શ્રી સોમનાથ મંદિર પરિસરમાં આવેલી સરદારશ્રીની પ્રતિમા અવિરત ભગવાન સોમનાથના દર્શન કરી રહી છે, શ્રી સોમનાથ મંદિર સંકલ્પ દિવસ ગઇકાલે નિમિતે સવારે સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ કરવામાં આવી ત્યારબાદ શ્રી સોમનાથ મહાદેવની મહાપૂજા કરવામાં આવી, જેમાં તિર્થપુરોહિતો શ્રી સોમનાથ ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ખાસ વિશેષ સાયંશૃંગાર તથા દીપમાળાનુ આયોજન કરવામાં આવનાર છે. (તસ્વીર - અહેવાલ : દિપક કક્કડ - વેરાવળ)

(11:25 am IST)