Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

માધાપર કચ્છ ડેરી વિકાસ નિગમના ઇપીએસ-૯પ પેન્શનરોના પેન્શનમાં વધારો કરવા રજૂઆત

ભુજ તા. ૧૪ :.. ગુજરાત ડેરી વિકાસ નિગમ, માધાપર, ભુજ-કચ્છ ઇ. પી. એસ.-૯પ યોજના પેન્શનર લડત સમિતિ, દ્વારા  ઇપીએસ ૯પ પેન્શનરના પેન્શનમાં વધારો થાય તે માટે ભલામણ કરવા રજૂઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવેલકે રાજયના ડેરી નિગમ,  તમામ બોર્ડ,નિગમો,દૂધ સંઘો, કંપની, ફેકટરી, સહકારી સંસ્થાઓ, ઔદ્યોગિક એકમો, બેન્ક, પ્રેસ, મીલો, વગેરેમાંથી ફરજ બજાવી  નિવૃત થયેલ અંદાજે ૧પ લાખ પેન્શનર તથા ર૭ કરતાં વધુ રાજયોના મળી ૬પ લાખ કરતાં વધારે પેન્શનર ભાઇઓ તથા બહેનો છે.  ઇપીએસ ૯પ યોજનાના નિવૃત કર્મચારી ભાઇઓ અને બહેનોએ જીવનના અડધા કરતાં વધુ ૩પ થી ૪૦ વર્ષ સુધી જુદા જુદા વિભાગોમાં ફરજ બજાવેલ છે. તે સમયે દર માસે રૂ. ૪૧૭ થી પપ૧સુધીની રકમ કપાત  કરવામાં આવેલ છે અને ફંડમાં જમા કરવામાં આવેલ છે. આની ગણતરી કરીએ તો લાખો કરતાં વધુ  રૂપિયા ઇપીએસ ફંડમાં જમા થયેલ છે.  તેની સામે દર માસે ફિકસ પેન્શન રૂપિયા ૩૦૦ થી રપ૦૦ સુધી મળી રહ્યું છે.

આવી પરિસ્થિતીમાં  જીવન ગુજારી રહેલા ઇપીએસ-૯પ યોજનાના વૃધ્ધજનો ૬૦ થી ૮૦ વર્ષ કરતાં વધુ  વયમર્યાદા વટાવી ચૂકયા છે. મોટા ભાગના અનેકવિધ મોટી બિમારીઓમાં સપડાયેલા છે. જેમાં   બહેનોનો પણ સમાવેશ થાય છે. આટલી નજીવી રકમમાં આવી મોંઘવારીના સમયમાં દૂધ, શાકભાજી પણ મળતા નથી. પેન્શનના ટેન્શનમાં અનેક પ્રકારની ચિંતાઓમાં ઘેરાયેલા છે. રાષ્ટ્રીય આંદોલન સમિતિના અધ્યક્ષશ્રી રાઉત છેલ્લા ચાર વર્ષ કરતાંવધુ સમયથી જીલ્લાઓથી લઇને દિલ્હી સુધી અનેક પ્રકારના આંદોલન સાથે ભારત સરકાર દિલ્હીમાં ભલામણ  તથા રજૂઆત કરે છે. પેન્શનના વધારો થાય તે માટે તા. ૪ માર્ચ ર૦ર૦ના મથુરા સાંસદ સુશ્રી હેમામાલિનીજીના માધ્યમથી વડાપ્રધાન શ્રી મોદી સાથે રૂબરૂ મુલાકાત કરવામાં આવેલ છે. વડાપ્રધાન શ્રીએ હકારાત્મક અભિગમ અપનાવેલ ત્યારબાદ મહામારીના લીધે વિલંબ થયેલ.

ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ કચ્છ ભૂમિ પર પધારેલ છે. કચ્છ જિલ્લાનાં ભાજપના પ્રમુખ મારફતે શ્રી અમિતભાઇ શાહ નામ  જોગ  લખાયેલા વિનંતી પત્ર આપવામાં આવેલ છે. ભલામણ  કરવામાં આવે. તેવી  ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહને અપેક્ષા સહ વિનંતી કરી છે.

માધાપરના આંગણે પધારેલા શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શિક્ષણ મંત્રીશ્રી, ગુજરાત રાજય તથા મોરબી-કચ્છના સાંસદ સભ્ય વિનોદભાઇ ચાવડાને પત્ર લખવા ભલામણ પત્ર  આપવામાં આવેલ છે.

(11:28 am IST)