Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

સરધારના હરિપરમાં ખેતરમાંથી ઢોર બહાર કાઢવાનું કહેતાં રવજીભાઇ પર ધોકાવાળી

સતિષ રાતડીયા, તેના પુત્રો જીતેશ, લાલજી અને કાનજી વિરૂધ્ધ એટ્રોસીટી

રાજકોટ તા. ૧૪: સરધારના હરિપર ગામે રહેતાં રવજીભાઇ પ્રેમજીભાઇ ચાવડા (વણકર) (ઉ.વ.૩૩) પોતાની દડવા રોડ પરની વાડીએ હતાં ત્યારે ગામના જ સતિષ રાતડીયા તથા તેના પુત્રો જીતેશ, લાલજી અને કાનજીએ જ્ઞાતિ પ્રત્યે અપમાનીત કરી લાકડાના ધોકાથી માર મારી ઇજાઓ કરતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસે કાર્યવાહી કરી છે.

પોલીસે રવજીભાઇની ફરિયાદ પરથી સતિષ અને તેના પુત્રો વિરૂધ્ધ આઇપીસી ૩૨૩, ૧૧૪, એટ્રોસીટી એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. રવજીભાઇના કહેવા મુજબ તેણે ખેતરમાં કપાસ, જાર, ચણા વાવ્યા છે. ઉભા મોલમાં સતિષ રાતડીયા અને તેના પુત્રો પોતાના ઢોર છુટા મુકતાં હોઇ તેને ઢોર બહાર કાઢવાનું કહેતાં અપમાનીત કરી હુમલો કર્યો હતો. અવાર-નવાર આ લોકો જાહેરમાં હડધુત કરતાં હોવાનો આરોપ પણ ફરિયાદમાં મુકવામાં આવતાં એસસીએસટી સેલના એસીપીશ્રીની રાહબરીમાં તપાસ હાથ ધરવામાં આવી છે.

(11:30 am IST)