Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

મોરબી જીલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો : ૧૦ કેસ પોઝીટીવ

મોરબી,તા. ૧૪: હાલ દિવાળીનું પાવન પર્વ ચાલી રહ્યું છે ત્યારે દિવાળી નજીક આવતા બજારોમાં લોકોની અવરજવર જોવા મળી રહી છે ત્યારે હાલ કોરોનાના કેસમાં ગુરુવારે ધટાડો નોંધાયો છે.જેમાં મોરબી જીલ્લામાં વધુ ૧૦ કેસ પોઝીટીવ નોંધાયા છે.

મળતી માહિતી મુજબ દિવાળીનો તહેવાર નજીક આવતા કોરોનાનું સંક્રમણ ધટી રહ્યું છે જેમાં ગુરુવારના રોજ મોરબી જીલ્લાના કેસમાં ધટાડો નોંધાયો છે જેમાં મોરબી તાલુકામાં ૭ કેસ, વાંકાનેર તાલુકામાં ૨ કેસ, હળવદ તાલુકામાં ૧ કેસ નોંધાયો છે તો કુલ કેસનો આંક ૨૩૯૩ સુધી પહોચ્યો છે.જેમાં ૨૧૧૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી ચુકયા છે તો ૧૪૯ દર્દીઓ હાલ સારવાર લઇ રહ્યા છે અને ૧૭ દર્દીઓના મૃત્યુ નીપજયા છે.

(11:30 am IST)