Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

પોરબંદરની આશા હોસ્પીટલ દ્વારા એડવોકેટો અને તેના પરિવાર માટે બીલમાં ૨૫ ટકા રાહત

કોરાનાની વિકટ સ્થિતિમાં હોસ્પીટલના મુખ્ય ટ્રસ્ટી દ્વારા નિર્ણય

પોરબંદર, તા. ૧૪ :. એડવોકેટોની વહારે આશા હોસ્પીટલ આવીને એડવોકેટો તથા તેના પરિવારના સભ્યોને બીલમાં ૨૫ટકા રાહત આપવાનું નક્કી કરેલ છે.

હાલ કોરોનાની મહામારીને કારણે મોટા ભાગના એડવોકેટોની આવક બંધ થઈ ગયેલ છે અને તે રીતે હાલ મોટા ભાગના એડવોકેટોને જીવન નિર્વાહ ચલાવવો પણ મુશ્કેલ થઈ ગયેલ છે. પરિસ્થિતિમાં સેવા ક્ષેત્રે નામના ધરાવતી આશા હોસ્પીટલના મુખ્ય ટ્રસ્ટી કેતનભાઈ ભરાણીયા તથા બાર એસોસીએશનના પ્રમુખ ભરતભાઈ લાખાણી વચ્ચે થયેલી વાતચીત મુજબ અને એડવોકેટોને પડી રહેલી હાલ આર્થિક મુશ્કેલી સંબંધેની વાતચીત થતા અને તેથી જ આશા હોસ્પીટલમાં હાલ બાળકોનો વિભાગ તથા સ્ત્રીરોગોનો વિભાગ ચાલુ હોય અને આ બન્ને વિભાગોમાં એડવોકેટના પરિવારના કોઈપણ સભ્યો સારવાર લેવા જાય તો જે કાંઈ બીલ થાય તેમાં સીધી જ ૨૫ ટકાની રાહત પોરબંદરના કોઈપણ એડવોકેટ પરિવારને આપવામાં આવશે. તેવી લેખીતમાં ખાત્રી આશા હોસ્પીટલ વતી તેમના મેનેજર આશિષભાઈ થાનકી એ લેખીતમાં આપેલ છે.

તે રીતે એડવોકેટ પરિવારોને મેડીકલ ક્ષેત્રે રાહત મળતા તમામ એડવોકેટશ્રીઓએ બાર એસોસીએશનના પ્રમુખ શાંતીબેન ઓડેદરા તથા ઉપપ્રમુખ ભરતભાઈ લાખાણીને અભિનંદન પાઠવેલા હતા.

(11:31 am IST)