Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

રાણાવાવ પોલીસે સહી કરેલા કોરા ચેક મૂળ માલિકને પહોંચાડીને પ્રમાણિકતા દાખવી

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૪ :. રાણાવાવ પોલીસને મળેલ સહી કરેલ ૨ બ્લેન્ક ચેક તેના માલિકને શોધી પરત સોંપી પ્રમાણિકતાનું ઉદાહરણ પુરૂ પાડયું છે.

પોરબંદર જિલ્લામાં દિવાળીના તહેવારો સબબ સઘન પેટ્રોલિંગ કરવા માટે પોલીસ અધિક્ષક શ્રી ડો. રવિ મોહન સૈની'દ્વારા સૂચના આપવામાં આવેલ હોય જે અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટાફના પો. સબ ઈન્સ. બી.એસ. ઝાલા તથા પોલીસ સ્ટાફ રાણાવાવ બજાર વિસ્તારમાં પેટ્રોલિંગમા હતા તે દરમિયાન પો. કોન્સ. મેરામણભાઈ ભીમશીભાઈને ખાતાધારકની સહી કરેલ રકમ ભર્યા વગરના બે બ્લેન્ક ચેક તથા આધારકાર્ડની ઝેરોક્ષ નકલ મળી આવતા રાણાવાવ પોલીસ સ્ટાફ દ્વારા ખાતા ધારકની શોધખોળ કરી મૂળ માલિક શૈલેષભાઈ છગનભાઈ પુરોહિત રહે. કુતિયાણાવાળાને સદર બ્લેન્ક ચેક પરત સોંપી આપતા તેઓ દ્વારા પોલીસની પ્રમાણિકતાને બિરદાવી પોરબંદર જિલ્લા પોલીસનો હૃદયપૂર્વક આભાર માનેલ છે.

(11:31 am IST)