Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

મોરબી : વાનગી હરીફાઇના વિજેતાઓને ગીફટ હેમ્પર

મોરબીઃ પોષણ અભિયાન ૨૦૨૦-૨૧ અંતર્ગત દર વર્ષે સપ્ટેમ્બર માસ'રાષ્ટ્રીય પોષણ માહ'તરીકે ઉજવણી કરવામાં આવે છે. જે અન્વયે મોરબી જીલ્લામાં પોષણ માહ ની ઉજવણી કરવામાં આવેલ હતી.  જેમાં કિશોરીઓ માટે વાનગી હરીફાઈ યોજવામાં આવેલ અને રાજય કક્ષાએથી જિલ્લાકક્ષામાં વિજેતા થયેલ ૧૦ કિશોરીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર દ્વારા અમુલ ગિફ્ટ હેમ્પર અને પ્રમાણપત્રનું વિતરણ જિલ્લા પ્રમુખ, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેન, જિલ્લા વિકાસ અધિકારી, તથા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના હસ્તે કરવામાં આવેલ તથા પોગ્રામ ઓફિસર દ્વારાકિશોરીને પૌષ્ટિક આહાર માટે વિસ્તૃત માહિતી આપવામાં આવેલ તે તસ્વીર.

(11:34 am IST)