Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

વાંકાનેરમાં રણછોડદાસજી બાપુનો બુધવારે પ્રાગટય દિનઃ સાંજે અન્નકુટ દર્શન

સદગુરૂ દેવ શ્રી હરીચરણદાસજી મહારાજની ઉપસ્થિતિમાં

(નિલેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર, તા. ૧૪ :. સદ્ગુરૂ સ્વામી પ.પૂ. શ્રી રણછોડદાસજી બાપુના આનંદ આશ્રમે બુધવારે શ્રી હરીચરણદાસજી મહારાજની ઉપસ્થિતિમાં સદગુરૂ દેવ શ્રી રણછોડદાસજી મહારાજશ્રીનો પ્રાગટય દિન ભકિતભાવ સાથે ઉજવાશે. સવારે ૬.૦૦ વાગ્યે પૂ. ગુરૂદેવનું ષોડ્શોપચાર પૂજન બાદ મંગળા આરતી સવારે ૧૧.૦૦ કલાકે અન્નકુટ ભોગ ધરાવાશે. ત્યાર બાદ અન્નકુટ આરતી થશે. સાંજે ૪ થી ૮ વાગ્યા સુધી સર્વે ભાવિક ભકતો માટે અન્નકુટ દર્શન ખુલ્લા મુકાશે. સાંજે ૭.૦૦ વાગ્યે સંધ્યા આરતી થશે.

દર વર્ષ પૂ. ગુરૂદેવના પ્રાગટય દિને આ ભૂમી ઉપર ભંડારો યોજાય છે પરંતુ ગાઈડ લાઈનને ધ્યાનમાં રાખી ભંડોરો પ્રસાદ મુલત્વી રાખેલ છે અને પૂ. ગુરૂદેવની આજ્ઞા અનુસાર સદગુરૂ આનંદ આશ્રમે દર્શન અર્થે પધારેલા તમામ સદગુરૂ શિષ્ય પરિવાર અને ભાવિક ભકતોને 'પ્રસાદ પેકેટ' આપવાનું વાંકાનેર સદગુરૂ આનંદ આશ્રમના ટ્રસ્ટીશ્રીઓએ આયોજન કર્યુ છે.

ટ્રસ્ટી મંડળે સર્વે ભકતોને અપીલ કરતા જણાવ્યુ છે કે વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખી દર્શન માટે પધારો ત્યારે માસ્ક ફરજીયાત પહેરીને આવવુ અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા જણાવ્યું છે.

(11:36 am IST)