Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

કેશોદમાં દિકરો છોકરીને ભગાડી જતા મહિલા પર લાકડી - કુહાડીથી હૂમલો

જૂનાગઢ તા. ૧૪ : કેશોદમાં દિકરો છોકરીને ભગાડી જતા મહિલા પર છોકરીના ત્રણ શખ્સોએ લાકડી તથા કુહાડી વડે હુમલો કર્યો હતો.

કેશોદમાં કોર્ટ પાછળ ધાર વિસ્તારમાં રહેતા ભરમીબેન જીવાભાઇ ઓડેદરા (ઉ.વ.૪૫)નો પુત્ર કેશોદમાં પાતાળ કુવા પાસે રહેતા મનીબેન હાજાભાઇ ઓડેદરાની દિકરીને લગ્ન કરવાના ઇરાદે ભગાડી ગયેલ.

આ બાબતનું મતદુઃખ રાખી તા. ૧૨ની રાત્રે હાજાભાઇ ઓડેદરા અને ભદાભાઇ લખુભાઇ દઢાણીયા લાકડી અને કુહાડી સાથે ભરમીબેનના ઘરે ધસી આવ્યા હતા અને તેણી પર હુમલો કરી ઇજા પહોંચાડી હતી.  આ બનાવ અંગે પોલીસે મહિલાની ફરિયાદ પરથી ધોરણસરની કાર્યવાહી કરી હતી. વિશેષ તપાસ હેડ કોન્સ્ટેબલ પી.એમ.બાબરીયા ચલાવી રહ્યા છે.

(12:20 pm IST)