Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

વારસ મીનાક્ષીબહેેને પૈતૃક પરિવારની રાચરચીલા સાથેની કરોડોની મિલ્કત સત્કાર્યો માટે ટ્રસ્ટને અર્પણ કરી પ્રેરણા આપી

જુનાગઢ નગરશેઠ સ્વ. રૂગનાથ માધવજી રાજા પરિવારના : શેઠશ્રી રૂગનાથ માધવજી રાજત તથા કાશીબેન રૂગનાથભાઇ રાજા સત્કર્મભવન તથા ધર્મ ભવન નામથી ઓળખાતા સંકુલોમાં ધર્મકાર્યો તથા સત્કાર્યો થશે

(વિનુ જોષી) જુનાગઢ,તા.૧૪ : જૂનાગઢના દાનવી દાતા શેઠ શરદભાઇ આડતીયાના સફળ પ્રયાસોથી જૂનાગઢના નગરશેઠ સ્વ.ે રૂગનાથભાઇ માધવજીભાઇ રાજા પરિવારના છેલ્લા હૈયાત વારસ પૂત્રી મીનાક્ષીબેન રૂગનાથભાઇ રાજાએ તેમની પૈતૃ પરિવારની રામરચીલા સાથેની કરોડોની કિંમત ધરાવતી મિલ્કત મહેન્દ્ર મશરૂના વડપણ હેઠળના ટ્રસ્ટને ધર્મકાર્યો તથા સત્કાર્યો માટે અર્પણ કરી દીધી છે.

હવે પછી શેઠશ્રી રૂગનાથભાઇ માધવભાઇ રાજા તથા કાશીબેન રૂગનાથભાઇ રાજા સત્કર્મ ભવન તથા ધર્મ ભવનના નામથી ઓળખાવનારા બન્ને ભવનમાં ધર્મ કાર્યો તથા સત્કાર્યો થશે તેમ જણાવ્યું છે.

આ અર્પણ થયેલ જુનાગઢના પંચહાટડી ચોકમાં આવેલ નગરશેઠની હવેલી તરીકે ઓળખાતા આ મકાનમાં ઉત્તરોતર નગરશેઠની પદવી પ્રાપ્ત કરેલ સ્વ. શેઠ શ્રી ચિત્તરંજન (બચુભાઇ) રાજા જીવન પર્યત રહેતા હતા. તેઓ આઝાદીના લડવૈયા હતા. તેઓ જુનાગઢ-પોરબંદર તથા વેરાવળ સંયુકત લોકસભા વિસ્તારના વર્ષો સુધી M.P રહ્યા હતા. તેઓ દાનવીર હતાં- તેમણે જુનાગઢમાં લોહાણા મહાજન વાડીનું નિમાર્ણ થઇ શકે તે માટે સૌથી વધારે પ્રથમ દાન આપી વર્ષો પહેલા વાડીનું નિમાર્ણ કાર્ય શરૂ કરાવ્યુ હતુ જે હાલ ગીરનાર રોડ ઉપર આવેલ છે. તેમના દેહવાસન બાદ તેમના હૈયાત નાના બહેન કે જેઓ મુંબઇ રહે છે. તેમણે આ મકાન તમામ રાચરચીલા સહિત ધર્મ કાર્યો તથા સત્કાર્યો માટે અર્પણ કરી દીધુ છે...

જૂનાગઢના જાણીતા દાતાશ્રી શ્રીમાન શેઠશ્રી શરદભાઇ આડતીયાના ઉત્તમ પ્રયાસોથી આ દાન અર્પણ પ્રક્રિયા સરળ બની. હોવાનું જાણવા મળેલ છે.

ધનતેરસના પવિત્ર દિવસથી ધર્મકાર્ય તથા દર્શન કાર્ય શરૂ થશે. અને આ રીતે જૂનાગઢને એક નવુ નજરાણું મલશે તથા રાજા પરિવારની કાયમી સમૃતિ જળવાઇ રહેશેે.

જૂનાગઢમાં છેલ્લા સવા ત્રણસો વર્ષથી જૂની કાનજી લવાના નામથી ચાલતી  પેઢીના વારસ નગર શેઠ સ્વ. શેઠશ્રી રૂગનાથભાઇ માધવજીભાઇ રાજાના હૈયાત પુત્રી તથા સ્વ. શેઠ શ્રી ચિતરંજનદાસ (બચુભાઇ) રાજાના નાનાબેન મીનાક્ષીબેન રાજા (મુંબઇ) એ તેમની પૈતૃ પરિવારની જુનાગઢના પંચહાટડી ચોકમાં આવેલ 'નગરશેઠની હવેલી' તરીકે ઓળખાતી વ્હાઇટ હાઉસ નામની કિંમતી મિલ્કત જૂનાગઢના લોકસેવક મહેન્દ્ર મશરૂને ધર્મકાર્યો તથા સત્કાર્યો કરવા માટે તેમના વડપણ હેઠળ ચાલતા શ્રી જલારામ સેવા ટ્રસ્ટ (જલારામ મંદિર ટ્રસ્ટ)ને અર્પણ કરી દીધેલ છે.

જૂનાગઢમાં આવેલ GEB વાળુ મહાત્મા ગાંધી રોડ આવેલ આખુ મકાન (આખી જગ્યા) શ્રી બચુભાઇ રાજાએ લોકના હિત માટે સરકારને અર્પણ કરી દીધેલ હતી. આ  ઉપરાંત પંચહાટડી ચોક શામમાર્કેટના ચોકની જમીન પણ તેમણે પહેર હિતમાં છોડી દીધી હતી. પંચહાટડી ચોકમાં આવેલ શ્રી રામમંદિરની જગ્યા પણ તેમણે શ્રી રામ મંદિર બનાવવા માટે અર્પણ કરી દીધી હતી.

તાજેતરમાં શ્રી જલારામ સેવા ટ્રસ્ટની મળેલ મીટીંગમાં મિલ્કતના દાતા પૂજ્ય બેન મીનાક્ષીબેન રાજાએ આપેલ મિલ્કત દાન બદલ તેમનો આભાર માનવામાં આવેલ.

ધનતેરસના શુભ દિવસે જુનાગઢ મધ્યે પંચ પાટડી ચોકમાં આવેલી રાજાની હવેલી તરીકે ઓળખાતી જગ્યામાં કે જલારામ સેવા ટ્રસ્ટ ને દાન રૂપે મળેલ છે તે જગ્યામાં આજરોજ સેવાકાર્ય ની શરૂઆત  રૂપે  શ્રીનાથજી બાવાની  ચિત્રજીનો સ્થાપન કરેલ છે અને ભાવિકોએ બહોળી સંખ્યામાં ભાગ લઇ આ સેવા કાર્યને બિરદાવ્યું છે

(12:21 pm IST)