Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

અમરેલી બહારપરામાં મકાનમાંથી ર૪૦ બોટલ વિદેશી દારૂ ઝડપાયો

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૧૪ :  અમરેલી પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાયે દિવાળી તથા નુતન વર્ષના તહેવારો ઉલ્લાસથી ઉજવાય અને કાયદો અને વ્યવસ્થાની  પરિસ્થિતિ જળવાઇ રહે, તે માટે પ્રોહિબીશનના વેચાણ, સંગ્રહ અને હેર ફેરની પ્રવૃતિ કરતા ઇસમો પર વોચ ગોઠવી, તેમના ઉપર સફળ રેઇડો કરી, કડક કાર્યવાહી કરવા જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ.

જે અન્વયે અમરેલી એલસીબી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી આર.કે.કરમટા તથા પો.સ.ઇ.શ્રી પી.એન.મોરી તથા એલસીબી ટીમ દ્વારા અમરેલી શહેરમાંથી લીસ્ટેડ પ્રોહી બુટલેગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવેલ છે. અમરેલી એલસીબી ટીમને બાતમી રાહે હકીકત મળેલ કે, અમરેલી મુકામે બહારપરામાં લક્ષ્મીનારાયણ મંદિર પાછળ રામાપીરના મંદિર પાસે રહેતાં નિલેષ મનસુખભાઇ જોગદીયાએ પોતાના મકાનમાં અમરેલી બહારપરામાં રહેતાં લીસ્ટેડ પ્રોહી બુટલેગર જયેશ ઉર્ફે ટીણીયો ભીમજીભાઇ ચાવડાનો અને રમીલાબેન અમરશીભાઇ દાફડાનો ગેરકાયદેસર ભારતીય બનાવટનો પરપ્રાંતનો વિદેશી દારૂ (આઇએમએફએલ)એક બીજાના મોળાપીણામાં ઉતારેલ છે,

બાતમી આધારે નિલેષ મનસુખભાઇ જોગદીયાના રહેણાંક મકાને રેઇડ કરતાં નિલેષ મનસુખભાઇ જોગદીયા ભારતીય બનાવટના વિદેશી દારૂ કુલ બોટલ નંગ-ર૪૦ કિ. ૭ર,૦૦૦નો મુદામાલ જથ્થા સાથે પકડાઇ ગયેલ. જયારે જયેશ ઉર્ફે ટીણીયો ભીમજીભાઇ ચાવડા, રમીલાબેન અમરશીભાઇ દાફડા નાસી છુટતા તેમને ઝડપી પાડવા પોલીસે ચક્રોગતિમાન કર્યા છે.

(12:25 pm IST)