Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

મિઠાપુરમાં સાતેક વર્ષ પહેલા થયેલ અપહરણના ગુન્હાનો ફરારી આરોપી ઝડપાયો

ખંભાળીયા, તા. ૧૪ :. વર્ષ ૨૦૧૩માં મિઠાપુરના વિસ્તારમાં નોંધાયેલ અપહરણના ગુન્હાનો નાસતો ફરતો આરોપી નિતીન ડોસાજી માણેક હિન્દુ વાઘેર રહે. મૂળ ગામ બરડીયા હાલ સિક્કા જિ. જામનગરવાળો બરડીયા ગામે તેના કાકાના ઘરે આવવાનો છે જેણે શરીરે કાળુ ટી શર્ટ પહેરેલ છે અને મોટા બાલ-દાઢી રાખેલ છે. જેથી બરડીયા ગામના બસ સ્ટેન્ડ પાસે વોચમાં હોય તે દરમ્યાન શંકાસ્પદ ઈસમ ઉભો હોવાનું જણાઈ આવતા મજકુર ઈસમની વોચમાં રહી તુરત જ ઈસમને રોકી વાઘેર (ઉ.વ. ૩૪) ધંધો ટ્રક ડ્રાઈવીંગ રહે. સિક્કા નાઝ સિનેમા રોડ, કન્યા શાળાની સામે તા.જી. જામનગર મૂળ બરડીયા ગામવાળો હોવાનું જણાવતો હોય જેથી પૂછપરછ કરતા સગીર વયની યુવતી સાથે તેના પ્રેમ સંબંધ હોય જેથી લગ્ન કરવાના ઈરાદે અપહરણ કરી લઈ ગયેલ હોય તેમ જણાવેલ.

ગુન્હો કરેલાની કબુલાત આપેલ હતી જેથી મજકુરને મિઠાપુર પોલીસ સ્ટેશનના ફર્સ્ટ પાર્ટ ગુન્હા રજીસ્ટર નંબર ૧૬/૨૦૧૩ આઈ.પી.સી. કલમ ૩૬૩, ૩૬૬ મુજબના ગુન્હાના કામે અટક કરવાનો હોય સી.આર.પી.સી. કલમ ૪૧(૧) આઈ મુજબ હસ્તગત કરી મિઠાપુર પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

ઉપરોકત સમગ્ર કાર્યવાહીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઈન્સ્પેકટર જે.એમ. ચાવડા તથા પોલીસ સબ ઈન્સ્પેકટર એ.ડી. પરમાર તથા પોલીસ હેડ કોન્સ. હરદેવસિંહ જાડેજા, અશોકભાઈ સવાણી, હરપાલસિંહ જાડેજા, દિનેશભાઈ માડમ, પોલીસ કોન્સ. સુરેશભાઈ વાનરીયા, કિશોરસિંહ જાડેજા વિગેરે જોડાયેલ હતા.

(12:26 pm IST)