Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

ગુજરાતના વરિષ્ઠ સંઘ પ્રચારકે દિપાવલીના પર્વે કચ્છના મુસ્લિમ અગ્રણીની લીધી શુભેચ્છા મુલાકાત સત્યમરાવજી અને હાજી જુમા રાયમાએ એકમેક્ને પાઠવી દિપાવલીની શુભેચ્છાઓ

(વિનોદગાલાદ્વારા) ભુજ : આરએસએસના વરિષ્ઠ પ્રચારક સત્યમરાવજી આજે પોતાના કચ્છના પ્રવાસ દરમ્યાન આજે ગાંધીધામ પહોંચ્યા હતા. જ્યાં તેમણે આજે દિપાવલીના અવસરે કચ્છના જાણીતા મુસ્લિમ સામાજિક અગ્રણી હાજી જુમા રાયમાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. દિપાવલીના અવસરે સત્યમરાવજી અને હાજી જુમા રાયમાએ એકમેક્ને શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જુમાભાઈએ સંઘના વરિષ્ઠ પ્રચારક સત્યમરાવજી અને તેમના સાથી મિત્રોને ભાવપુર્ણ આવકાર આપી તેમનું સન્માન કર્યું હતું. આ પ્રસંગે બંને આગેવાનોએ દેશની એક્તા અખંડ રહે તેવી લાગણી વ્યક્ત કરી હતી. આ મુલાકાત વેળાએ મુસ્લિમ આગેવાનો મહમદ આગરિયા, સાદિક રાયમા ઉપસ્થિત રહ્યા હતા.

(1:28 pm IST)