Gujarati News

Gujarati News

News of Saturday, 14th November 2020

કચ્છમાં દિવાળીના દિ'એ જૂથ અથડામણમાં પિતા-પુત્રની બેવડી હત્યા, ત્રણને ઈજા : જમીનના મૂદ્દે માલધારીઓના બે જુથો વચ્ચે તિક્ષ્ણ હથિયારોથી અથડામણ

 (વિનોદ ગાલા દ્વારા(ભુજ) આજે કચ્છના ભુજ તાલુકાના ખાવડા પાસે નાના દિનારા નજીક હુસેની વાંઢ ગામે આવેલ  માલધારીઓના બે જુથો વચ્ચે થયેલ અથડામણમાં લોહી રેડાયું હતું. આ બનાવ સંદર્ભે પશ્ચિમ કચ્છ પોલીસના ડીવાયએસપી જે.એન. પંચાલે મીડીયાને આપેલી માહિતી પ્રમાણે જમીનના મુદ્દે થયેલ આ અથડામણમાં પિતા પુત્ર ભિલાલ ઈસ્માઈલ સમાનું અને ઈશાક ઈસ્માઈલ સમાનું મોત નિપજ્યું હતું. જ્યારે સામા પક્ષે ત્રણ જણને ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને ભુજની જીકે જનરલ હોસ્પીટલમાં દાખલ કરાયા છે. પોલીસે બંને પક્ષે ફરિયાદ નોધી છે. એસપી સૌરભસીંગે આપેલા આદેશને પગલે આરોપીઓને ઝડપી પાડવા એસઓજી, એલસીબી, એ ડિવિઝન અને બી ડિવિઝન પોલિસની ટીમોએ ક્વાયત શરૂ કરી દીધી છે.

(5:32 pm IST)