Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કોવિડ વેકસીનનું જુનાગઢમાં આગમન કલેકટર મેયરએ કર્યું સ્‍વાગત

જુનાગઢઃ જિલ્લામાં કોરોના વેકસીનનુ સિવીલ હોસ્‍પીટલ કેમ્‍પસ ખાતે આગમન થતા જીલ્લા કલેકટર ડો. સૌરભપારધી એસ.પી.શ્રી રવિ તેજા વાસમ સેટ્ટી ડીડીઓ પ્રવિણ ચૌધરી મ્‍યુ કમિશ્નર શ્રી તુષાર સુમેરા તેમજ મેયર ધીરૂભાઇ ગોહેલ ડેપ્‍યુટીમેયર હિમાન્‍સુ પંડયા શહેર ભાજપના પ્રમુખ પુતિન શર્મા સંજય મણવર સહીતનાની ઉપસ્‍થિતીમાં કલેકટરશ્રી મેયર તેમજ શહેર ભાજપના પ્રમુખ સહિતનાએ આરતી પ્રાર્થના કરી શ્રીફળ અને કંકુ ચોખા કરી રસીનું સ્‍વાગત કર્યું હતું જે તસ્‍વીરમાં નજરે પડે છે જુનાગઢમાં આવેલ આ કોરોના વેકસીન ૧૧ હજાર કોરોના વેકસીન હાલ મંગાવવામાં આવેલ છે ૧૬ જાન્‍યુઆરીના કકરોજ વેકસીન કરવામાં આવશે જેમાં સૌ પ્રથમ હેલ્‍થવર્કરો બાળકો અને પ૦ વર્ષથી ઉપરના વ્‍યકિતઓને વેકસીન અપાશે (અહેવાલઃ વિનુ જોષી તસ્‍વીર મુકેશ વાઘેલા-જુનાગઢ)

(10:31 am IST)
  • લેન્ડ ગ્રેબીંગ અંગે આજે સાંજે પ વાગ્યે કલેકટરના અધ્યક્ષપદે બીજી બેઠક મળશેઃ કેસો મંગાવાયા : રાજય સરકારે જમીન માફીયાઓ સામે દાખલ કરેલા લેન્ડ ગ્રેબીંગ કાયદા અંગેની આજે બીજી મહત્વની બેઠક કલેકટરના અધ્યક્ષપદે સાંજે પ વાગ્યે કલેકટર કચેરીમાં મળશે. જેમાં સીપી-ડીસીપી-એસપી-પ્રાંત-મ્યુ. કમિશ્નર-ડીડીઓ-રૂડા તથા અન્ય કુલ ૧૮ અધિકારીઓ હાજર રહેશેઃ સંખ્યાબંધ કેસો હોવાની શકયતાઃ સીટી પ્રાંત-ર દ્વારા પણ ૧ કેસ. આજે કેસોની સમીક્ષા બાદ કેસો દાખલ કરવા અંગે નિર્ણય. access_time 4:26 pm IST

  • એ.કે.શર્મા ઉત્તરપ્રદેશમાં ભાજપના ઉમેદવાર બન્યા : ધારાસભ્ય બની પ્રધાન બનશે? : તાજેતરમાં સીનીયર આઈએએસ ઓફીસર અને ગુજરાત કેડરના શ્રી એ.કે. શર્માએ વીઆરએસ લઈ નિવૃતિ જાહેર કરી હતી. તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે અને ઉત્તર પ્રદેશમાં યોજાઈ રહેલ ઉપલા ગૃહની ચૂંટણીમાં એમએલસી (ધારાસભ્ય) પદ માટે તેમના નામની જાહેરાત થઈ છે. તેઓ યોગી સરકારમાં મહત્વના પદ ઉપર પ્રધાન બની રહ્યાનું નિશ્ચિત મનાય છે. access_time 3:21 pm IST

  • દેશમાં કોરોના હાંફ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં વધારો : એક્ટિવ કેસમાં સતત ઘટાડો : રાત્રે 11 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 13,746 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1, 05, ,26,577 થઇ :એક્ટિવ કેસ 2,10,482 થયા: વધુ 13,751 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,01,59,805 થયા :વધુ 159 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,51, 924 થયા access_time 12:17 am IST