Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

સોમવારે જામજોધપુરના ધુનડમાં પૂ. હરીરામબાપાના પ્રાગટયોત્સવની સાદગીપૂર્ણ ઉજવણી કરાશે

પૂ. જેન્તીરામબાપાના સાનિધ્યમાં કોવિડની ગાઇડ લાઇન મુજબ મર્યાદીત સંખ્યામાં દર્શનનો ભાવિકો લાભ લેશેઃ ઓનલાઇન સત્સંગનો કાર્યક્રમ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧પ :.. જામજોધપુર થી ર૧ કિલો મીટરના અંતરે આવેલ ધુનડાના સતપુરણધામ આશ્રમ ખાતે આગામી ૧૮ જાન્યુઅરીને સોમવારના રોજ પૂ. હરીરામબાપાના પ્રાગટોત્સવની સાદગી પૂર્ણ ઉજવણી કરવામાં આવનાર છે. પૂ. જેન્તીરામબાપાના સાનિધ્યમાં સોમવારે સવારે ૯ કલાકે તેમના ગુરૂદેવ પૂ. હરીરામબાપાની ચરણ પાદુકાનું શાસ્ત્રોકત વિધી સાથે પૂજનવિધી કરાશે બાદમાં પૂ. જેન્તીરામબાપા ઓનલાઇન સત્સંગ દ્વારા  આશિવર્ચન આપશે અને પૂ. હરીરામબાપા સાથે વિતાવેલ અમુલ્ય પળોનું ભજન સત્સંગ દ્વારા મહિમા વર્ણવશે.

પૂ. જેન્તીરામબાપાએ જણાવ્યું હતું કે વર્તમાન કોરોના મહામારીને લઇને આ પ્રાગટયોત્સવની સાદગીપુર્ણ ઉજવણી કરવામાં આવશે અને કોરોનાનુ સંક્રમણ ન વધે તે માટે સરકારની ગાઇડ લાઇન મુજબ મર્યાદિત સંખ્યામાં સતપરિવારના ભાઇઓ બહેનો ઉપસ્થિત રહેશે તેમને પણ કોવિડની ગાઇડ લાઇન મુજબ માસ્ક પહેરી સેનીટાઇઝ થઇ સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને સરકારની ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરવ જણાવ્યુ છે. પ્રતિ વર્ષ આ પ્રાગટયોત્સવમાં હજારો ભકતતો દેશ-વિદેશમાંથી આ અવસરે આવે છે પરંતુ વર્તમાન પરિસ્થિતિના કારણે આ પ્રસંગ સાદાઇથી ઉજવવા નિર્ણય લેવાયો હોવાનું પૂ. બાપાએ અંતમાં જણાવ્યું હતું.

(12:22 pm IST)