Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

કુતિયાણા પાસે કારમાંથી ૧.૨૧ લાખનો દારૂ ઝડપાયો

પોલીસને જોઈને નાસી ગયેલ કારનો પીછો કરતા ચાલક કાર મુકીને નાસી ગયોઃ દારૂની ૩૨૪ બોટલ તથા કાર સહિત કુલ ૩.૨૧નો મુદ્દામાલ જપ્ત

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. ૧૫ :. કુતિયાણા પાસે પોલીસે ૧.૨૧ લાખનો દારૂ પકડી પાડયો હતો. હાઈવે ઉપર પોલીસને જોઈને જીજે ૧૬-એએ ૭૭૦૮ નંબરની કાર નાસી જતા પોલીસે આ કારનો પીછો કરતા કારચાલક કાર મુકીને ખેતરમાં રાત્રીના અંધારામાં નાસી ગયો હતો. કારમાંથી ઈંગ્લીશ દારૂની ૩૨૪ બોટલ તથા કાર સહિત કિં. રૂ. ૩,૨૧,૫૦૦ મળી આવ્યો છે.

જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનિન્દર પ્રતાપસિંહ પવાર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના મુજબ પોરબંદર જીલ્લામાંથી દારૂ-જુગારની બદી દૂર કરવા માટે આપેલ સૂચના અન્વયે તથા નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર ગ્રામ્ય સ્મીત ગોહિલના માર્ગદર્શન હેઠળ કુતિયાણા પો.સ્ટે.ના પો. સબ ઈન્સ. કે.એસ. ગરચર તથા કુતિયાણા પો. સ્ટાફના માણસો નાઈટ પેટ્રોલીંગમાં કુતિયાણાથી પસવારી ગામ તરફ જતા હતા દરમ્યાન સામેથી ફોરવ્હીલ કાર આવતા શંકા જતા તેને રોકવાની કોશિષ કરતા રોકાયેલ નહી અને ભાગી ગયેલ જેથી તેનો પીછો કરતા મજકુર કાર ચાલક થોડે દૂર સુધી જઈ પોતાની કાર રોકી ડ્રાઈવર સાઈડનો દરવાજો ખુલ્લો મુકી રોડની સાઈડમા ખેતરોમાં અંધારામાં ઉભા પાકમાં નાસી ગયેલ જેથી તે જગ્યાએ જઈ કારમાં જોતા કારમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો ભરેલ બોક્ષ મળી આવેલ જેમાં દારૂની બોટલો નંગ ૩૨૪ કિં. રૂ. ૧,૨૧,૫૦૦ તથા મારૂતી સુઝીકી કંપનીની સીલ્વર કલની કાર જેના (જીજે ૧૬-એએ ૭૭૦૮) કિં. રૂ. ૨,૦૦,૦૦૦ કુલ કિં. રૂ. ૩,૨૧,૫૦૦૦નો મુદામાલ સાથે નાસી જનાર મારૂતી સુઝુકી કંપનીની કારનો કબ્જો ભોગવટો ધરાવનાર કાર ચાલક સામે ગુન્હો નોંધ્યો છે.

દારૂ જથ્થો પકડવાની પો. ઈન્સ. કે.એસ. ગરચર તથા પો. હેડ કોન્સ. એચ.ડી. સીસોદીયા તથા પો. કોન્સ. નટવર દુદાભાઈ, ભરત ભોજાભાઈ, અલ્તાફ હુસેનભાઈએ કરી હતી.

(12:29 pm IST)
  • સુપ્રીમ કોર્ટ બાર એશોશિએશનના અધ્યક્ષ પદેથી દુષ્યંત દવેનું રાજીનામુ : હોદાની મુદત પુરી થઇ ગયા પછી ચીટકી રહેવાનો કોઈ અર્થ નથી : ડિજિટલ ઈલેક્શન માટે અમુક વકીલો સંમત નથી access_time 7:36 pm IST

  • લેન્ડ ગ્રેબીંગ અંગે આજે સાંજે પ વાગ્યે કલેકટરના અધ્યક્ષપદે બીજી બેઠક મળશેઃ કેસો મંગાવાયા : રાજય સરકારે જમીન માફીયાઓ સામે દાખલ કરેલા લેન્ડ ગ્રેબીંગ કાયદા અંગેની આજે બીજી મહત્વની બેઠક કલેકટરના અધ્યક્ષપદે સાંજે પ વાગ્યે કલેકટર કચેરીમાં મળશે. જેમાં સીપી-ડીસીપી-એસપી-પ્રાંત-મ્યુ. કમિશ્નર-ડીડીઓ-રૂડા તથા અન્ય કુલ ૧૮ અધિકારીઓ હાજર રહેશેઃ સંખ્યાબંધ કેસો હોવાની શકયતાઃ સીટી પ્રાંત-ર દ્વારા પણ ૧ કેસ. આજે કેસોની સમીક્ષા બાદ કેસો દાખલ કરવા અંગે નિર્ણય. access_time 4:26 pm IST

  • ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞાએ પોતાને મળતા પગારમાંથી 1.11 લાખ રૂપિયા રામ મંદિર નિર્માણ માટે આપ્યા : ભારત ભક્તિ અખાડા તરફથી 11 લાખ રૂપિયાનું દાન આપ્યું : વિશ્વ હિન્દૂ પરિષદને ચેક આપતી વખતે મંદિર નિર્માણમાં તેઓના સહયોગને બિરદાવ્યું access_time 6:27 pm IST