Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

પોરબંદર એસઓજી દ્વારા ડ્રોન કેમેરાથી સર્વેલન્‍સ

પોરબંદરઃ હાલમાં ચાલતી કોવીડ-૧૯ની મહામારી સંદર્ભે સરકારશ્રી દ્વારા જાહેર કરવામાં આવેલ ગાઇડ-લાઇનની અમલવારી કરવા માટે જુનાગઢ રેન્‍જના નાયબ પોલીસ નીરીક્ષક મનીન્‍દર પ્રતાપસીંગ પવાર માર્ગદર્શન મુજબ પોરબંદર જીલ્લાના પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈની દ્વારા મકર સંક્રાંતીના તહેવાર દરમ્‍યાન કોરોના વાયરસનું સંક્રમણ વધુ ફેલાય નહી તે માટે સરકાર દ્વારા આપવામાં આવેલી ગાઇડ-લાઇનનું પોરબંદર જીલ્લામાં ચુસ્‍તપણે અમલવારી થાય તે માટે એસઓજીના પો.ઇન્‍સ. કે.આઇ.જાડેજા તથા પો.સબ ઇન્‍સ. એસ.સી.ગોહીલ નાઓએ એસઓજી ટીમ દ્વારા શહેર વિસ્‍તારમાં ડ્રોન કેમેરા મારફતે સર્વેલન્‍સ રાખેલ છે. આ કામગીરીમાં પો.ઇન્‍સ. કે.આઇ. જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલ તથા એએસઆઇ કે.બી.ગોરાણીયા, એમ.એમ.ઓડેદરા તથા હેડ મહેબુબખાન બેલીમ, એસ.એસ.રાતીયા તથા પોલીસ કોન્‍સ. વિપુલભાઇ બોરીયા, મોહીતભાઇ ગોરાણીયા, સંજયભાઇ ચૌહાણ તથા ગીરીશભાઇ વાંજા એસઓજી દ્વારા કરવામાં આવેલ છે. ડ્રોન દ્વારા શહેરમાં સર્વેલન્‍સ કરવામાં આવ્‍યું તે તસ્‍વીર.

(1:30 pm IST)