Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

જેતપુર પંથકમાંથી પ૩ ચોરાઉ મોબાઇલ ૩ મોટર સાયકલની ચોરી કરનારા ૬ શખ્‍સો ઝડપાયા

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા. ૧પ :.. શહેરમાં છેલ્લા થોડા દિવસોમાં લૂંટની ફરીયાદો બનવા પામતા પોલીસે સીસી ટીવી કેમરા, ઇ. ગુજકોપ એપ્‍લીકેશનની મદદથી આ ગેંગ ને પ૩ મોબાઇલ, ૩ ચોરીના મોટર સાયકલ સાથે પકડી પાડેલ છે.

શહેરના જુદા જુદા વિસ્‍તારમાં ત્રણ શખ્‍સો બાઇક ઉપર આવી મોઢે રૂમાલ બાંધેલ હોય તેઓ સુમસામ વિસ્‍તારમાંથી પસાર થતા લોકોને ટાર્ગેટ બનાવી તેનો મોબાઇલ  લૂંટી નાસી જતા હોવાની બે ફરીયાદ શહેર પોલીસમાં નોંધાતા એસ. પી. બલરામ મીણા, એએસપી સાગર બાગમારની સુચના થી સીટી પીઆઇ. જે. બી. કરમૂરે સ્‍ટાફની જુદી જુદી ટીમો બનાવી આધુનિક ટેકનોલોજીના સીસી ટીવી કેમેરા, મોબાઇલની એપ્‍લીકેશન તેમજ બાતમીના આધારે ટોળકીને ઝડપી લીધી હતી.

જેમાં પ્રથમ બાતમી મળેલ કે સરધારપુર દરવાજા પાસે ત્રણ શખ્‍સો શંકાસ્‍પદ બાઇક લઇને ઉભા હોય જે આધારે પોલીસે તે ત્રણ શખ્‍સોને પકડી પુછપરછ કરતા તેની પાસેથી ર૭ મોબાઇલ ચોરીના તેમજ બીજી બાતમી મુજબ ધારેશ્વર ચોકડી પાસે પણ ત્રણ શખ્‍સો ઉભા હોય તેને દબોચી લેતી તેની પાસેથી ર૬ મોબાઇલ મળી આવતા છ શખ્‍સો પરેશ ઉર્ફે કાનો દિનેશભાઇ પરમાર (રહે. લોધીકા, ચોરા પાસે), સાગર ઉર્ફે જીગો જેન્‍તીભાઇ પરમાર (રહે. સરધારપુર, નવાગઢ) જીજ્ઞેશ ગોવિંદભાઇ મકવાણા (રહે. બળદેવધાર નવાગઢ) હિરેન ઉર્ફે હીરકો ભરતભાઇ ઝંઝૂવાડીયા (રહે. બળદેવધાર, નવાગઢ), પ્રતાપ ઉર્ફે પદુ દેવકુભાઇ બસીયા, (રહે. ખુલ્લી ફાટક પાસે ભાદર સામાકાંઠા) વિરપાલ ઉર્ફે વિરપન વિરકુભાઇ ડેરૈયા (રહે. રબારીકા) તમામ શખ્‍સોને પ૩ મોબાઇલ ફોન કિ. રૂા. ર,૦પ,૮૦૦ તેમજ બે બાઇક નં. જીજે-૦૩ કેએ-૦ર૩૦ તેમજ જીવાય ૦૩-કે. એચ. ૧૭૭૦ બને મળી રૂા. ૪પ૦૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી પુછપરછ કરતા વધુ ૩ બાઇકની ચોરી કબુલ કરી ત્રણ હોન્‍ડા નંબર પ્‍લેટ વગરના આપેલ જે તેઓએ જામકંડોરણા માંથી ર તેમજ ગુંદાળા ફાટક, ગોંડલ પાસેથી ૧ ચોરી કરેલ. જેથી પોલીસે કુલ ૩,૧૦,૮૦૦ ના  મુદામાલ સાથે પકડી પાડી તેનો કોવીડ ટેસ્‍ટ કરાવી રીમાન્‍ડ માટે કોર્ટમાં રજુ કરવામાં આવશે. આ કાર્યવાહીમાં સીટી પી. આઇ. જે. બી. કરમુર, મજનુભાઇ મનાત, ભાવેશભાઇ ચાવડા, પંકજસિંહ જાડેજા, લખુભા રાઠોડ, ઘનશ્‍યામસિંહ જાડેજા, હિતેષભાઇ વરૂ, નિલેશભાઇ મકવાણા, અતુલભાઇ ગંભીર, નિકુલસિંહ ઝાલા, પાર્થભાઇ સોજીત્રા, વિજયભઇ ધફડા જોડાયા હતાં.

(1:35 pm IST)