Gujarati News

Gujarati News

News of Friday, 15th January 2021

ફરી ઠંડીએ દેખા દીધીઃ ગિરનાર પર્વત ૪.૮, નલિયા ૭.૧, કેશોદ ૮.૬, જુનાગઢ ૯.૮ ડીગ્રી

રાજકોટમાં ૧ર.૬ ડિગ્રીઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડીની અસર વધુ

રાજકોટ તા. ૧પ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાંસર્વત્ર ઠંડીની અસર વધી છે. અને લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા શિયાળાનો અનુભવ થઇ રહ્યો છે.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકની અસર વધુ વર્તાઇ રહી છે.

આજે રાજયમાં સૌથી નીચુ લઘુતમ તાપમાન ગિરનાર પર્વત ઉપર ૪.૮, નલીયા ૭.૧ કેશોદ ૮.૬ રાજકોટમાં ૧ર.૬ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.

જુનાગઢ

(વિનુજોષી દ્વારા) જુનાગઢ : ગિરનાર પર્વત પર આજે હાડ થીજાવતી ૪.૮ ડિગ્રી ઠંડી હોવાના પ્રવાસીઓ સહિતના લોકો ઠુઠવાય ગયા હતા.

ગઇકાલે મકરસંક્રાંતીના દિવસે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૦.૭ ડિગ્રી રહ્યા બાદ આજે સવાર તાપમાન ઘટીને ૯.૮ ડિગ્રી નોંધાતા ઠંડીમાં ધરખમ વધારો થયો હતો.

ગરવા ગિરનાર ખાતે આજે ૪.૮ ડિગ્રી તાપમાન રહેતા સમગ્ર પર્વતીય ઠંડોગાર થઇ ગયો હતો અને ગાઢ ધુમ્મસને લઇ ગિરનાર પર્વત પર આહલાદક વાતાવરણ રહ્યું હતું.

સવારે વાતાવરણમાંં ભેજનું પ્રમાણ ૭૪ ટકા રહેતા ધુમ્મસનુંઆક્રમણ થયું તું સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૩ કિ.મી.ની. રહી હતી.(૬.૨૩)

કયાં કેટલી ઠંડી

શહેર

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

અમદાવાદ

૧૫.૦

,,

ડીસા

૧૦.૫

,,

વડોદરા

૧૪.૦

,,

સુરત

૧૮.૨

,,

રાજકોટ

૧૨.૬

,,

ગિરનાર પર્વત

૪.૮

,,

કેશોદ

૮.૬

,,

ભાવનગર

૧૫.૦

,,

પોરબંદર

૧૩.૦

,,

વેરાવળ

૧૪.૪

,,

દ્વારકા

૧૬.૪

,,

ઓખા

૧૭.૨

,,

ભુજ

૧૩.૪

,,

નલીયા

૭.૧

,,

સુરેન્દ્રનગર

૧૪.૦

,,

ન્યુ કંડલા

૧૨.૬

,,

કંડલા એરપોર્ટ

૧૧.૬

,,

અમરેલી

૧૨.૦

,,

ગાંધીનગર

૧૨.૫

,,

મહુવા

૧૩.૯

,,

દિવ

૧૪.૨

,,

વલસાડ

૧૩.૦

,,

જૂનાગઢ

૯.૮

''

વલ્લભ વિદ્યાનગર

૧૪.૨

,,

 

(1:43 pm IST)