Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

જૂનાગઢના ચોકી ગામે અકસ્‍માતગ્રસ્‍ત ઇકોમાંથી રૂા. ૪.૪૨ હજારનાં મુદ્દામાલની ચોરી

તસ્‍કરો ટાયર, એન્‍જીન, દરવાજા ચોરી ગયા

(વિનુ જોષી) જૂનાગઢ તા. ૧૫ : વડોદરાના મકરપુરા વિસ્‍તારમાં રહેતા સુરજભાઇ દિનેશભાઇ પરમારની જીજે૦૩બીએલ-૮૬૯૯ નંબરની ઇકોને ગત તા. ૨૭ ડિસેમ્‍બરના રોજ જૂનાગઢ તાલુકાના ચોકી ગામે પાસે અકસ્‍માત નડયો હતો.
આથી સુરજભાઇએ તેમની ઇજાગ્રસ્‍ત ઇકો ચોકી પાસે એન.એસ.ફાર્મા પાસે હાઇવે પર રાખી દીધી હતી.
પરંતુ આ દરમિયાન તસ્‍કરો ઇકોના ત્રણ ટાયર, એન્‍જીન, ગેર બોક્ષ, સીટો તેમજ ચાર દરવાજા સહિતની એસસરીઝનો રૂા. ૪.૪૨ લાખનો મુદ્દામાલ ચોરી ગયા હતા.
આ અંગે સુરજ પરમારે ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસ જમાદાર પી.એસ.આંગોલીયાએ તપાસ હાથ ધરી છે.

 

(10:51 am IST)