Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ઉના સ્વામીનારાયણ ગુરૃકુળમાં ભાગવત સપ્તાહ મહાવિષ્ણુયાગઃ શાકોત્સવ તથા નિદાન કેમ્પ સાથે પાંચ દિવસીય સ્મૃતિ મહોત્સવ સંપન્ન

ઉના, તા.૧૫: સ્વામીનારાયણ ગુરૃકુળનાં વિશાળ સંકુલમાં અ.નિ.કોઠારી સ્વામી ધર્મનંદદાસજી તથા અ.નિ.શાસ્ત્રી સ્વામી ભગવત પ્રકાશદાસજીની સ્મૃતિમાં પાંચ દિવસનો સ્મૃતિ મહોત્સવ સંપન્ન થયો હતો સ્મૃતિ મહોત્સવમાં શ્રીમદ ભાગવત જ્ઞાનયજ્ઞ, મહાવિષ્ણુયાગ, દિવ્ય  શાકોત્સવ, સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો.

સ્વામી નારાયણ ગુરૃકુળનાં અધ્યેષ્ઠા શાસ્ત્રી માધવદાસજી સ્વામીના પરમ અને મંગલ સંકલ્પ અને પ્રેરણાથી સ્વામિનારાયણ ગુરૃકુળનાં વિશાળ સંકુલમાં સરકારની ગાઇડ લાઇનોનું સંપૂર્ણ પાલન કરી પાંચે દિવસ ઉનાના કોઠારી સ્વામી પૂ.સિધ્ધમુનિદાસના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. પ્રથમ દિવસે પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પધારેલ  અને તેનુ પુજન - સત્કાર કરી આ આર્શિવચન મેળવેલ હતાં. આ મહોત્સવમાં સૌરાષ્ટ્ર કચ્છ-ગુજરાત તથા છેક હરદ્વારથી ૨૦૦ થી વધુ સંતોએ હાજરી આપેલ હતી તેનું સ્વાગત પુજન કરવામાં આવેલ હતું.

કથાનાં વ્યાસાસને સંપ્રદાય વરિષ્ઠ સંતોએ તેમની વિશિષ્ઠભરી વાણીથી જ્ઞાન રસપાન પાંચે દિવસ કરાવેલ હતું. વિસ્કહ યાગ યજ્ઞમાં ૫૦ થી વધુ યજમાન દંપતિઓએ બિરાજેલ અને આચાર્ય રમેશભાઇ દિક્ષિત તથા વિધ્વાન બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર કરી યજ્ઞમાં આહુતીઓ આપી હતી.

પાંચ દિવસ દરમ્યાન શાકોત્સવ, સર્વ રોગ નિદાન કેમ્પ, રકતદાન કેમ્પ, દંત નિદાન યજ્ઞ, મહિમા પંચ, કાર્યક્રમ યોજાયા હતાં. વિવિધ જગ્યાએથી પધારેલ સંતોએ પધારી આર્શિવચન આપી દિવંગત અક્ષરધામ પામેલ. સ્વામિ ધર્મનંદદાસજી તથા અ.તિ.શાસ્ત્રીસ્વામી ભગવત પ્રકાશદાસજીનાં યોગદાન યાદ કરી શબ્દાંજલી અર્પણ કરી હતી.

આ મહોત્સવ દરમ્યાન યોગ દાન આપનાર દાતાઓ, મુખ્ય યજમાન અને યજમાનો, વ્યવસ્થાપકે કામગીરી કરનાર ૫૫૦ થી વધુ મહાનુભાવોનું ફુલહાર પહેરાવી, શાલ ઓઢાડી, સ્મૃતિ ચિહન આપી, પાઘડી પહેરાવી પૂ.મોટા સ્વામિ શા.માધવદાસજીસ્વામીએ સન્માન કર્યુ હતું.

આ મહોત્સવમાં પૂ.માધવદાસજીનાં પરમ શિષ્ય લક્ષ્મી નારાયણ સ્વામીએ ભજન-પદની કડીઓને ગાઇને ઉપસ્થિતી મહાનુભાવોના યોગદાન માટે આભાર માનેલ હતો.પાંચે દિવસીય સ્મૃતિ મહોત્સવ સફળ બનાવવા વ્યવસ્થા પ્રાણ પ્રદાન, શ્રમદાન, સચીનભાઇ ડોબરીયા, કિશોરભાઇ વડાલીયા, અશ્વિનભાઇ પાઘડાળ, આશિષભાઇ કતબા, ડેનીસભાઇ સિદપરા, તથા કોલેજના નિયામક નરેન્દ્રભાઇ ગૌસ્વામી તથા કોલેજના વિદ્યાર્થીઓ, પ્રોફેસરો શાળાનાં શિક્ષકો ભાઇઓ-બહેનોએ જહેમત ઉઠાવી સફળ બનાવેલ હતો

(11:35 am IST)