Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

સોમવારે ગિરનારની ટોચ ઉપર અંબાજી માતાજીનો પાટોત્‍સવ ઉજવાશે

શ્રીસુકતના પાઠ, હોમ હવન, અભિષેક, ધ્‍વજારોહણ, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો કોરોના ગાઇડલાઇન મુજબ યોજાશે

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ, તા., ૧પઃ સોરઠના પ્રભાષ ક્ષેત્રે ગરવા ગઢ ગિરનારની ટોચ ઉપર બિરાજમાન માતા અંબાનો પોષી પુનમ એટલે જગત જનની મા અંબાજી માતાનો પ્રાગટય દિવસ  તા.૧૭ને સોમવારે સાદાઇથી  ઉજવવા પર્વતોના પ્રવિતામહ એવા ગરવા ગઢ ગિરનારના પાંચ હજાર પગથીયા ઉપર બીરાજમાન માતા અંબાજીના પ્રાચીન નીજ મંદિરમાં બિરાજમાન મા અંબાજીનો પ્રાગટય મહોત્‍સવે મંદિરના શ્રી મહંત મોટા પીરબાવા તનસુખગીરી બાપુ, નાના પીરજી મહંત ગણપતગીરી બાપુની નિશ્રામાં હજારો માઇભકતોની હાજરીમાં માતાજીને શ્રીગાર સાથે શ્રીસુકતના પાઠ મોહમવહન, ગંગાજળ દુધથી માતાજીને અભિષેક સાથે નિજ મંદીરના શીખર ઉપર ધજા ચડાવાશે.
બપોરે મહાઆરતી સાથે માતાજીને થાળ ધરીને ભાવીકોને મહાપ્રસાદ પીરસાશે. સવારના ૭ વાગ્‍યાથી બપોરના ર વાગ્‍યા સુધી માતાજીનો પ્રાગટયોત્‍સવ કોરોના ગાઇડ લાઇન મુજબ ઉજવવામાં આવશે. આ મહોત્‍સવ અંગેની વિસ્‍તૃત ચર્ચા કરતા મંદિરના શકિતપીઠો પૈકીની ગિરનાર પર્વત ઉપરના આ શકિત પીઠ ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. અહી માતાજીના ઉદર (પેટ)નો ભાગ પડેલો હોય જેથી ઉદયન પીઠ તરીકે ઓળખાય છે. ઓણસાલ માતાજીનો મહોત્‍સવ કોરોના મહામારીને ધ્‍યાને રાખી સાદાઇથી ઉજવવા અને સરકારની ગાઇડ લાઇન મુજબ ઉજવવામાંઆવશે.
પુરાણ કથામાં ઉલ્લેખ છે તે મુજબ પ્રજાપતી દક્ષે બ્રહસ્‍પતિસઠ નામનો એક મહાયજ્ઞનું આયોજન કરેલ હતું. જેમા પ્રજાપતી દક્ષ રાજાએ બધા દેવોને નિમંત્રીત કરેલ હતા. એક માત્ર પોતાના જમાઇ શિવજીને આમંત્રણ ન આપતા સતી પાર્વજીએ પિતાને ત્‍યાં આવડો મોટો યજ્ઞ થઇ રહયો હોય તેમાં મારા પતિ શંકરને આમંત્રણ નથી તેમ છતા માતા પાર્વતીજીએ યજ્ઞમાં જવા ભગવાન શીવજીની મનાઇ હોવા છતા માતાજી પહોંચી ગયા અને પિતા દ્વારા પોતાના પતિની નિંદા સહન ન થતા અત્‍યંત દુઃખી થયેલા માતા પાર્વતીજીએ યજ્ઞકુંડમાં પડી જઇને પોતાનો દેહ ત્‍યજી દીધો. જે વાતની ભગવાન શિવને જાણ થતા શિવજીએ સતિ પાર્વતીના નિヘેતન દેહને ખંભે ઉંચકી તાંડવ કરવાનું કરૂ કરી દેતા સૌ કોઇ દેવો ડરી ગયા અને ભગવાન વિશ્વનું પ્રાર્થના કરી કે હે ભગવાન તમે જ કાંઇ કરો, નહી તો સમગ્ર સૃષ્‍ટિનો સર્વનાશ થઇ જશે. ત્‍યારે ભગવાન વિષ્‍ણુએ  ચક્ર દ્વારા દેવીના શરીરના બાવન ટુકડા કરી , ટુકડા થયા પડયા તે સ્‍થળે માતાજીની શકિતપીઠો નિર્માણ પામી હતી. જેમાની એક શકિતપીઠ ગિરનાર પર્વત ઉપર માતા અંબાજીની ઉદયન પીઠ તરીકે ઓળખાય છે.

 

(11:41 am IST)