Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને પતંગનો શ્રંૃગાર-ગૌપૂજન-યજ્ઞની પુર્ણાહુતી

વાંકાનેરઃ શ્રી સ્વામીનારાયણ મંદિર વડતાલ ધામ સંચાલીત સુપ્રસિધ્ધ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદીર સાળંગપુરધામ ખાતે મક્રર સંક્રાંતી દાન પર્વ નિમિતે પ.પુ.શાસ્ત્રી સ્વામી શ્રી હરીપ્રકાશદાસજી -અથાણાવાળાની પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામીના માર્ગદર્શનથી શ્રી કષ્ટભંજનદેવને દિવ્ય વાઘા ધરાવી મંગળા આરતી પુજારી સ્વામી ધર્મકિશોરદાસજી દ્વારા તથા તથા રંગબેરંગી પતંગો-દોરીના શણગાર કરી શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરીપ્રકાશદાસજી (અથાણાવાળા) કરવામાં આવેલ. દાદાને તલના લાડુ, ચીકી,  શીંગપાગ, ખજુરપાક, કાળા તલનું કચરીયું, શેરડી, મમરાના લાડુ વિગેરે ધરાવવામાં આવેલ. કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી, પ.પુ. શાસ્ત્રી સ્વામીશ્રી હરીપ્રકાશદાસજી એવં યજમાન પરીવાર દ્વારા ગૌશાળામાં સવારે ૯ કલાકે ૧૦૮ ગૌમાતાને ઘાસચારો-સુખડી નીરીને પુજન કરવામાં આવેલ. સાથોસાથ ૧૦૮ ગૌવંશ દર્શન, ૧૦૮ ગૌવત્સ દર્શન, ગૌ ચરણ પક્ષાલન, ગૌ અર્ધ્ય પ્રદાન, રેશમ વસ્ત્ર સમર્પણ, ગૌમાતાને ગોળની મીઠાઇઓના  ગૌશાળા, પૂષ્પવૃટી, ગૌ મહાનિરાજન તથા ગોપાલક પૂજન વિગેરેનું આયોજન કરવામાં આવેલ. તેમજ મંદિરના પટાંગણમાં સંપુર્ણ ધનુર્માસ નિમિતે વિશ્વશાંતિ હનુમાન ચાલીસા યજ્ઞ સવારે ૧૨ કલાકે પુર્ણાહુતી કરવામાં આવે છે. દાદાના શણગાર-આરતી-દર્શનનો અમુલ્ય લ્હાવો હજારો ભકતોએ ઘરબેઠા ઓનલાઇન યુટયુબ ચેનલ દ્વારા લઇ ધન્યતા અનુભવી હતી.

(12:04 pm IST)