Gujarati News

Gujarati News

News of Saturday, 15th January 2022

ગોંડલમાં લોહાણા સમાજે લુલી, લંગડી,આંધળી, અપંગ, નિરાધાર ગાયોને ૨૦૦ કિલોથી વધુ ગોળની લાપસી ખવડાવી

 ગોંડલ : વરિષ્ઠ લોહાણા સમાજે ૧૩૦ થી વધુ લુલી, લંગડી, આંધળી, અપંગ, નિરાધાર ગાયોને ૨૦૦ કિલોથી વધુ ગોળની લાપસી પોતાના હાથે ખવડાવી પુણ્‍ય મેળવ્‍યું. ગૌ મંડળ ગૌ સેવા ચેરીટેબલ ટ્રસ્‍ટ ગૌશાળા એકમાત્ર ગૌશાળા છે કે જે એનિમલ એમ્‍બ્‍યુલન્‍સ ઉપરાંત પૂર્ણકાલીન વેટરનરી ડોક્‍ટર પણ ધરાવે છે જેમાં લુલી, લંગડી, આંધળી, અપંગ, નિરાધાર ગાયોની ગોરધનભાઈ પરડવા યુવા ગૌસેવકો ની ટિમ ની મદદ થી ખરા હૃદય થી સેવા કરી મુક પશુઓના આશીર્વાદ મેળવે છે. આ ગૌશાળામાં ૧૦૦ ફૂટ ઊંડા કુવામાંથી પણ ગાયને રેસ્‍ક્‍યુ કરવા માટે પોતાના ક્રેન સહિતના આગવા સાધનો તથા સક્ષમ ટિમ છે. આવી ગૌશાળા કમ એનિમલ હોસ્‍પિટલમાં વરિષ્ઠ લોહાણા સમાજના પ્રમુખ વિનુભાઈ વસાણી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર, મહામંત્રી અશોકભાઈ પોંદા, મંત્રી નટુભાઈ તન્ના, મંત્રી અશોકભાઈ બુધ્‍ધદેવ, ખજાનચી મહેશભાઈ કોટક, સહ ખજાનચી રાજુભાઈ પોપટ, ઓડિટર કૌશિકભાઈ પાવાગઢી, સલાહકાર રમેશભાઈ કટારીયા, ચંદુભાઈ સોમૈયા, ઉમેદભાઈ પોંદા, કિશોરભાઈ સોમૈયા, વરિષ્ઠ સભ્‍યશ્રીઓ વિક્રમભાઈ પોપટ, રમેશભાઈ ચંદારણા, શૈલેષભાઈ રેશમિયા, પ્રફુલભાઈ વિઠ્ઠલાણી, પ્રફુલભાઈ ખખ્‍ખર, મનોજભાઈ અટારા, મુકેશભાઈ ગઢિયા, પ્રવીણભાઈ ચંદરાણા વિગેરે વરિષ્ઠ સભ્‍યોએ પોતાના હાથે ગાયોને લાપસી ખવડાવી પવિત્ર મકરસંક્રાંતિ ઉજવી. કાર્યક્રમના અંતે વરિષ્ઠ લોહાણા સમાજના પ્રમુખ વિનુભાઈ વસાણી, ઉપપ્રમુખ પ્રકાશભાઈ ઠકરાર, મહામંત્રી અશોકભાઈ પોંદા વિગેરે હોદ્દેદારોએ ગૌસેવક ગોરધનભાઈ પરડવા તથા તેમની ટીમના ગૌશાળાના દરેક ગૌસેવકો નું વ્‍યક્‍તિગત ફુલહાર પહેરાવી બહુમાન કરેલ. સંચાલન અશોકભાઈ પોંદા તથા પ્રકાશભાઈ ઠકરાર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવેલ.

 

(2:13 pm IST)