Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ભાવનગરમાં ગેસની લાઇન ધડાકાભેર ફાટતા આગ ભભુકી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૫ : ભાવનગર શહેરના ભરતનગર ચોકડી લાલાબાપા ચોક પાસે રોડ પર ગેસની પાઇપલાઇન ફાટતા આગ લાગી હતી. આગ લાગવા થી પીજીવીસીએલના વીજ પોલને નુકશાન થયું.

ગેસની પાઇપલાઇનમાં અચાનક ધડાકાભેર સાથે આગ લાગતા સ્થાનિક લોકોમાં ડર ફેલાયો હતો.

બનાવની જાણ થતાં ગેસ કંપની અને ફાયર વિભાગ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.અને ગેસની લાઈનમાં લાગેલ આગ પર કાબુ મેળવ્યો હતો. ગેસની લાઇનમાં આગ લાગતાં લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા.

(10:18 am IST)