Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

જૂનાગઢમાં લોહાણા મહિલા મંડળ દ્વારા રેડ મેચિંગ અને સફેદ વસ્‍તુ ઓળખવાની સ્‍પર્ધા યોજાઇ

જુનાગઢ,તા. ૧૫: ગત તા. ૧૨ ફેબ્રુઆરીના રોજ  જુનાગઢમાં લોહાણા મહિલા મંડળ દ્વારા મોવડી શ્રી મીનાબેન ચગ અને શ્રી ભારતીબેન ઘીયાના માર્ગદર્શન હેઠળ,પ્રમુખ શ્રી પારૂલ બેન સૂચક અને મંત્રી શ્રી રશ્‍મિબેન વિઠલાણી દ્વારા ખૂબ નવીનતમ એવી ૧૫ સફેદ ખાદ્ય વસ્‍તુ ઓળખવાની અને લાલ મેચિંગની સ્‍પર્ધાઓ રાખવામાં આવી હતી.

જેમાં બધા બહેનોએ ખૂબ ઉત્‍સાહથી બહોળી સંખ્‍યામાં ભાગ લીધો હતો. નિર્ણાયક શ્રી રસીલા બેન સોઢા,અલ્‍પા બેન ઉનડકટ, ચંદ્રિકા બેન સોઢા,પૂજા બેન કારીયાએ સચોટ નિર્ણય આપ્‍યો હતો.

લાલ મેચિંગ સ્‍પર્ધામાં મૃદુલાબેન કારીયા,ઈલાબેન ભૂપતાની, હિનાબેન રૂપારેલિયા વિજેતા બન્‍યા હતા.

સફેદ વસ્‍તુ ઓળખવાની સ્‍પર્ધામાં હિનાબેન મજીઠીયા અમીબેન કોટેચા દિવ્‍યાબેન ચગ સ્‍વીટીબેન રાજા, રૂપલબેન સાંગાણી વિજેતા બન્‍યા હતા.

(10:27 am IST)