Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ઉના નગરપાલિકાની ચૂંટણીમાં બહુ પાંખિયો અને જિ.પં.ની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ : ૩ પત્રકારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા

ઉના પાલિકાની ૩૬ બેઠકો માટે ૯૦ ફોર્મ ભરાયા : ભાજપ કોંગ્રેસ સમાજવાદી પાર્ટી, આપ તથા અપક્ષો મેદાનમાં : જિ. પં.ની ૭ બેઠકો માટે ૨૪ ફોર્મ ભરાયા

(નવીન જોષી દ્વારા)ઉના,તા. ૧૫: નગરપાલિકાની ૩૬ બેઠક માટે ૯૦ ઉમેદવારી ફોર્મ ભરાયા છે. ચૂંટણીમાં ભા.જ.પ.-કોંગ્રેસ-સમાજવાદી પાર્ટી, આપ, અપક્ષ પણ ચૂંટણી લડવા મેદાનમાં આવતા બહુપાંખિયો જંગ ખેલાશે. ઉનાના પત્રકારો કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીમાંથી ૧ પત્રકારે ઉમેદવારી ફોર્મ ભરાયા છે.

ઉના તાલુકા પંચાયતની ૨૬ બેઠક માટે ભા.જ.પ. કોંગ્રેસ આમ આદમી પાર્ટી, અપક્ષ મળી ૭૮ ફોર્મ ભરાયાં છે. જીલ્લા પંચાયતની ૭ બેઠક માટે ભા.જ.પ., કોંગ્રેસએ અપક્ષે ૨૪ ફોર્મ ભરાયા છે. તેથી જિ. પ. ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ જામશે.

ઉના નગરપાલીકાની ૯ બેઠકની ચૂંટણીમાં ઉમેદવારી ભરવાના છઠ્ઠા અંતિમ દિવસે પ્રાંત કચેરીએ ફોર્મ ભરવા માટે ઘસારો રહ્યો હતો. ભા.જ.પ. પક્ષે ૩૮ તથા કોંગ્રેસ પક્ષે ૩૩, આમ આદમી પાર્ટીમાંથી ૧૨, અપક્ષ -૫, બહુજન મુકિત પાર્ટી -૧, સમાજવાદી પાર્ટીમાંથી ૧ પત્રકાર રસીકભાઇ ચાવડાએ ભરતા કુલ ૯૦ ફોર્મ ભરાતા બહુપાંખીયો જંગ જામશે.

ઉના તાલુકા પંચાયતની ૨૬ બેઠક માટે ભા.જ.પ કોંગ્રેસ, અપક્ષ મળી કુલ ૭૮ ફોર્મ ભરાયો હતાં. જ્‍યારે જીલ્લા પંચાયત ગીર સોમનાથની ઉના ૭ બેઠક ભા.જ.પ, કોંગ્રેસ, અપક્ષ મળી ૨૪ ફોર્મ ભરાયા છે. આમ નગરપાલીકા, તાલુકા પંચાયત, જીલ્લા પંચાયતની ચૂંટણીમાં જંગ જામશે.

(10:34 am IST)