Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ઇન્‍ચાર્જની વરણી

(દિવ્‍યેશ જટણીયા દ્વારા) મીઠાપુર,તા. ૧૫: દેવભૂમિ દ્વારકા જીલ્લામાં હાલ સ્‍થાનિક સ્‍વરાજ્‍યની સામાન્‍ય ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. તેથી જીલ્લા પંચાયત તાલુકા પંચાયત અને રાવલ નગરપાલિકાની ચૂંટણી માટે દેવભૂમિ દ્વારકા જીલ્લા ભાજપ દ્વારા જીલ્લા ઇન્‍ચાર્જની જાહેર કરવામાં આવી છે જે નીચે મુજબ છે.

ઇન્‍ચાર્જ જીલ્લા પ્રદેશ ચૂંટણી તરીકે ઝવેરભાઇ ઠકરાર, પ્રદિપભાઇ ખીમાણી, ઇન્‍ચાર્જ, ૮૧ ખંભાળીયા / ભાણવડ મુળુભાઇ બેરા, ઇન્‍ચાર્જ , ૮૧ દ્વારકા / કલ્‍યાણપુર પબુભા વિરમભા માણેક, ઇન્‍ચાર્જ  ખંભાળીયા તાલુકા સી.આર.જાડેજાપ ઇન્‍ચાર્જ  ભાણવડ તાલુકો પાલાભાઇ કરમુર, ઇન્‍ચાર્જ  કલ્‍યાણપુર તાલુકો પરબતભાઇ વરૂ, ઇન્‍ચાર્જ દ્વારકા તાલુકો પરબતભાઇ વરૂ, ઇન્‍ચાર્જ દ્વારકા સહદેવસિંહ પબુભા માણેક, ઇન્‍ચાર્જ ખંભાળીયા શહેર મોહનભાઇ બારાઇ, ઇન્‍ચાર્જ રાવલ શહેર વેરશીભા કેર, ઇન્‍ચાર્જ જિલ્લા ભાજપ કાર્યાલય કિરીટભાઇ ખેતીયા, વનરાજસિંહ વાઢેર અને ઇન્‍ચાર્જ જિલ્લા ચૂંટણી પ્રચાર સાહિત્‍યમાં અશોકભાઇ કાનાણીની વરણી કરાઇ છે.

 

(10:34 am IST)