Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

લોધીકા જીલ્લા પંચાયતની ૨ અને તાલુકા પંચાયતની ૧૬ સીટ માટે ફોર્મ ભરાયા

(ભીખુપરી ગોસાઇ દ્વારા) ખીરસરા, તા.૧૫: ભાજપે લોધીકા જીલ્લા પંચાયતની ૨ સિટો તેમજ તાલુકા પંચાયતની ૧૬ સિટોના જ્ઞાતિવાઇજ ઉમેદવારો જીલ્લા પંચાયતની ૨ સિટના ઉમેદવાર પટેલ ૧ અનુસુચિત જાતિ ૧ તાલુકા પંચાયતમા પટેલ ૭ અનુસુચિત જાતિ ૩ ખાંટ ૧, આહિર ૧ ભરવાડ ૧ દરબાર ૨અનુ.જાતિ આદિજાતિ ૧ તેવીજ રીતે કોંગ્રેસ પક્ષે પણ લોધીકા જીલ્લા પંચાયતની ૨ સિટોમાં લોધીકા ૧ સિટ ઉપર અનુ.જાતિસમાજમા ૧ તેમજ  પટેલ સમાજને ૧ ટીકીટ આપેલ છે તેમજ લોધીકા તાલુકા પંચાયતની ૧૬ સિટમા પટેલ સમાજમા ૬ આહિર સમાજ ૧ દરબાર સમાજમા ૩ અનુ.જાતિ સમાજમા ૪ તેમજ મુસ્‍લિમ સમાજમા ૧ અને  અનુ.આદિવાસિ સમાજમા ૧ ટીકીટ આપેલ છે તેમજ ૧૬ સિટોમા આમ આદમી પાર્ટીમાં તાલુકા પંચાયતના ૧૫ ઉમેદવારી ફોર્મ અપક્ષના ૮ ફોર્મ બસપા ના ૨ ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવેલ છે તાલુકા પંચાયતની ૧૬ સિટમા તાલુકા પંચાયત કચેરીમા ૪૭ ફોર્મ તેમજ મામલતદાર કચેરીમા ૩૮ ઉમેદવારી ફોર્મ રજુ કરવામાં આવેલ છે. જીલ્લા પંચાયતની ૨ સિટ તેમજ તાલુકા પંચાયત ની ૧૬ સિટના ૩૭ ગામો મા પુરૂષ મતદારોની સંખ્‍યા ૨૨૫૭૩ તેમજ મહિલા મતદારો ની સંખ્‍યા ૨૦૯૫૫ છે કુલ મતદારો ૪૩૫૨૮ છે જે તારીખ ૨૮/૨/૨૦૨૧ના રોજ તેમના મતાધિકારનો ઉપયોગ કરશે ફોર્મ ચકાસણી બાદ તેમજ ફોર્મ પાછા ખેંચવાની અંતિમ તારીખ બાદ જ કેટલાક ઉમેદવારો મેદાનમાં રહેશે તેની સાચી હકીકત જાણવા મળશે.

(11:30 am IST)