Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

કોટડાસાંગાણીનાં હડમતાળા પાસે ઘઉંની આડમાં વિદેશી દારૂ છૂપાવનારાની શોધખોળ

કોટડાસાંગણી,તા.૧૫ : કોટડા સાંગાણી પોલીસ સ્‍ટેશન વીસ્‍તારના હડમતાળા નજીક વાડિમા  ઘઉના પાકની આડમા છુપાવેલ વીદેશી દારૂ એલસીબી સ્‍ટાફે ઝડપી લેતા કાનુન કે હાથ બડે લંબે હોતે હેૅ ની ઉકતીને સાર્થક કરી બતાવી છે.  એલસીબીના સંજય પરમાર અનીલ ગુજરાતી જયેન્‍દ્રસીંહ વાઘેલા નીલેશ ડાંગર -કાશ પરમાર સહીતનાઓએ દારૂ જડપી લીધો છે.એલસીબી પોલીસે બાતમીના આધારે હડમતાળામા વીજયસીંહ ઝાલા ઉર્ફે ભાણુભાની વાડિમા ઘઉંના પાકની આડમા છુપાવેલ વિદેશી દારૂ પર  રેડ કરી ૫૩ બોટલ વિદેશી દારૂ કિંમત ૧૫૯૦૦ તેમજ ૨૪ નંગ ટીન કિંમત ૨૪૦૦ મળી ટોટલ ૧૮૩૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.જ્‍યારે આરોપી હાજર ન મળી આવેલ તેથી તેમની શોધખોળ હાથ ધરી છે.આ અંગે એલસીબી પોલીસે કોટડાસાંગાણી પોલીસ ગુનો નોંધવ્‍યો હતો.હડમતાળા ગામની સીમમાથી વધુ એક વખત એલસીબીએ રેડ કરી વિદેશી દારૂ ઝડપી લેતા સ્‍થાનિક પોલીસની કામગીરી પર સવાલ ઉભા થયા છે.

 

(11:31 am IST)