Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ભાવનગરમાં કોરોના વોરીયર્સ ડોકટર ડેની ઉજવણી

ભાવનગર : મહારાજા કૃષ્‍ણકુમારસિંહજી ભાવનગર યુનિ. સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ ખાતે ડોકટર ડેની ઉજવણી કરવામાં આવી હતી. વર્તમાન સમયમાં કોરોના મહામારીની વચ્‍ચે પણ સમગ્ર ભારત દેશના ડોકટરોએ પોતાના સેવાના માધ્‍યમથી સમગ્ર વિશ્વને એક નવો રાહ ચિંધ્‍યો છે. ત્‍યારે તેમના સન્‍માન માટે નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગર ખાતે વિદ્યાર્થીનીઓ દ્વારા ડોકટર ડેની ઉજવણી કરી કોરોના વોરીયર્સ ડોકટરોને સન્‍માન આપ્‍યુ હતુ.

(11:36 am IST)