Gujarati News

Gujarati News

News of Monday, 15th February 2021

ધોરાજી તાલુકા પંચાયતમાં ૫૦ ફોર્મ અને જિલ્લા પંચાયતની બે સીટ ઉપર કુલ નવ ફોર્મ ભરાયા

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી, તા.૧૫: ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીની કાર્યવાહી ધોરાજીમાં બે સ્‍થાનો ઉપર ચાલી રહી છે આઠ સીટ માટે ધોરાજી મામલતદાર કચેરી તેમજ આઠ સીટ માટે ધોરાજી તાલુકા પંચાયત કચેરી ખાતે ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે બંને સ્‍થાનો ઉપર અત્‍યાર સુધીમાં કુલ ૫૦ ફોર્મ ભરાયા છે જેમાંથી ૨૨ ફોર્મ ભારતીય જનતા પાર્ટીના ૨૬ ફોર્મ કોંગ્રેસના તેમજ બે ફોર્મ આપ. પાર્ટીમાંથી ભરાયા છે

ધોરાજી તાલુકા પંચાયતની ચૂંટણીમાં પ્રથમ વખત ઇતિહાસમાં એક પણ અપક્ષોએ ઉમેદવારી નોંધાવી નથી જે મહત્‍વની બાબત બની રહી છે.

જયારે રાજકોટ જિલ્લા પંચાયતની મોટીમારડ અને સુપેડી બે સીટ ઉપર કુલ ૯ ફોર્મ ભરાયા છે જેમાં માત્ર ભાજપ અને કોંગ્રેસ પાર્ટી મળી રહી છે મોટી મારડ સીટ ઉપર ભાજપના બે તેમજ કોંગ્રેસનો એક કુલ ત્રણ ફોર્મ મોટીમારડ શીટમાં મા ભરાયા છે તેમજ સુપેડી સીટ ઉપર ભાજપના ત્રણ અને કોંગ્રેસના ત્રણ ફોર્મ ભરાયા છે ટોટલ ૯ ફોર્મ ભરાયા છે જેમાં પણ એક પણ અપક્ષ ઉમેદવાર એ ઉમેદવારી નોંધાવી નથી તે મહત્‍વની બાબત છે એટલે જિલ્લા પંચાયતની બે સીટ ઉપર માત્ર ભાજપ અને કોંગ્રેસની લડાઈ છે અન્‍ય કોઈ ઉમેદવારો નથી.

ચૂંટણી કાર્યવાહીમાં ડેપ્‍યુટી કલેક્‍ટર કચેરી ખાતે જિલ્લા પંચાયતના ફોર્મ ભરાયા હતા જેને કાર્યવાહી ડેપ્‍યુટી કલેક્‍ટર ગૌતમ મીયાણી તેમજ ખીમાણીભાઈ અને મહેન્‍દ્રભાઈ ડોડિયાએ કરી હતી જયારે મામલતદાર કચેરી ખાતે મામલતદાર કિશોર જોલાપરા નાયબ મામલતદાર ડીડી નંદાણીયા એ ચૂંટણી કાર્યવાહી હાથ ધરી હતી તેમજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન સિંહ જાડેજા તેમજ ડેપ્‍યુટી ટીડીઓ મારૂએ કાર્યવાહી હાથ ધરી હતી. ફોર્મ ભરવાના સમયમાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે હેતુ માટે ધોરાજીના પોલીસ ઈન્‍સપેક્‍ટર હુકુમતસિંહ જાડેજા પી.એસ.આઇ નયનાબેન કદાવલા પીએસઆઇ શૈલેષ વસાવા વિગેરે પોલીસ બંદોબસ્‍ત જાળવ્‍યો હતો.

(11:41 am IST)